August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરાની હોટલ એક્‍સેલેન્‍સીમાં માલિકની હાજરીમાં વેઈટરોએ એક ગ્રાહકને માર મારવાની બનેલી ઘટના

બે મહિના અગાઉ પણ નરોલીના પુષ્‍પક બાર એન્‍ડ રેસ્‍ટોરન્‍ટમાં વેઈટરોએ એક આદિવાસી યુવકને માર મારી કરી હતી નિર્મમ હત્‍યાઃ પોલીસ પ્રશાસનમાથાભારે હોટલ સંચાલકો સામે કડક પગલાં ભરે એ જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલીના દાદરા ગાર્ડનની સામે આવેલ આવેલ હોટલ એક્‍સેલેન્‍સી રેસ્‍ટોરન્‍ટ અને બારમાં એક યુવક ઉપર હોટલ સંચાલક અને વેઈટરો દ્વારા હુમલો કર્યો હોવાની ઘટના બનવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અક્ષય બિપિન સિંહ (ઉ.વ.24) રહેવાસી-ચણોદ કોલોની વાપી. જેઓ બુધવારે રાત્રે દાદરા ગાર્ડન સામે આવેલી હોટલ એક્‍સેલેન્‍સીમાં જમવા માટે ગયા હતા. ભોગ બનનાર અક્ષયના જણાવ્‍યા મુજબ હોટલમાં કોઈ અન્‍ય વ્‍યક્‍તિએ ઉલ્‍ટી(વોમિટ) કરી હતી, જેનો આરોપ વેઇટરોએ અક્ષય પર લગાવ્‍યો હતો અને તેઓએ અક્ષયને વોમિટ સાફ કરવા ધમકાવ્‍યા હતા, અને જો સાફ નહિ કરે તો સાફ-સફાઈનો ચાર્જ બસ્‍સો રૂપિયા લાગશે, ત્‍યારે અક્ષય સિંહે ઇન્‍કાર કરતા જણાવ્‍યું કે, મે વોમિટ કરી જ નથી તો પૈસા શેના આપવાના..?
અક્ષય સિંહ ઉપર ધરાર આરોપ લગાવતાં અક્ષય સિંહ અને વેઈટરો વચ્‍ચે ઝગડો શરૂ થઈ ગયો હતો, આ ઝગડા બાદ એક વેઈટરે એના બીજા સાથી વેટઈરો અને હોટલ સંચાલકને બોલાવી લાવ્‍યો અને અક્ષય સિંહને સીધો માર મારવાનો શરૂ કરી દીધો, પંદરથી વધુ લોકો એકસાથે તુટી પડયા હતા. જેના કારણે અક્ષય સિંહને ગંભીર ઇજાઓ થઈ હતી. ત્‍યાં નજીક બીજા વ્‍યક્‍તિઓ હતાજેઓએ અક્ષયને છોડાવ્‍યો હતો અને સારવાર અર્થે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ ગયા હતા. આ ઘટનાની જાણ દાદરા પોલીસને થતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવી જ એક ઘટના બે મહિના અગાઉ નરોલીના પુષ્‍પક બાર એન્‍ડ રેસ્‍ટોરન્‍ટમાં થઈ હતી, જેમાં પણ વેઇટરોએ મળી એક ગ્રાહકને માર મારી અને એની નિર્મમ હત્‍યા કરી દીધી હતી. જેના કારણે આખા સંઘપ્રદેશમાં સનસની ફેલાઈ ગઈ હતી. જેની સાહી માંડ સૂકાઈ નથી ત્‍યાં દાદરાની હોટલમાં માર મારવાની ઘટના બનવા પામી છે જે પ્રદેશ માટે કલંકની ઘટના કહી શકાય.
સદ્‌ભાગ્‍યે દાદરાની હોટલમાં ગ્રાહકને માર મારવાની ઘટનામાં અક્ષય સિંહનો જીવ બચી ગયો છે. જેના કારણે મોટી ઘટના બનતા અટકી છે, પરંતુ જો અહીં પણ અનિચ્‍છનીય બનાવ બન્‍યો હોત તો…? માટે સંઘપ્રદેશની પોલીસ જાગૃત બને અને હોટલો કે અન્‍યત્ર છાશવારે માર મારવા કે હત્‍યા નિપજાવવાની ઘટનાને ગંભીરતાથી લે અને આવી ઘટના ફરીવાર નહીં બને તે માટે સઘન કાયદાકીય પગલાં ભરે. અત્રે એ પણ યાદ રહે કે, દાનહમાં હોટલ સંચાલકો અને વેઈટરોની દાદાગીરી ઘણી જ વધી ગઈ છે અને વારંવાર હોટલોમાં આવતા ગ્રાહકો સાથે મારપીટ કરવાની ઘટના તેઓ માટે હવે સામાન્‍ય વાત બની ચુકી હોય એવું પ્રતિત થાય છે.જો પોલીસ પ્રશાસન આવા બિન જવાબદાર અને માથાભારે હોટલ સંચાલકો-વેઈટરો સામે કડક કાનૂની કાર્યવાહી નહિ કરશે તો પુષ્‍પક બાર એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ જેવી ઘટના ફરી થવામાં વધુ સમય નહિ લાગશે.

Related posts

વાપી ભક્‍તિસેતુ હવેલી દ્વારા રામકથા સપ્તાહનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટાતા ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો : ખેડૂતો ચિંતાતુર

vartmanpravah

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી સ્‍કૂલમાં નવરાત્રીની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

દીવ જીલ્લાની ગ્રામ પંચાયતોમાં પંચાયતીરાજની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી પાલિકા વર્તમાન શાસકોની ટર્મ છ મહિનામાં પુરી થશે : બે વર્ષમાં કેટલાક પ્રોજેક્‍ટ પુર્ણ કેટલાક અધુરા

vartmanpravah

Leave a Comment