June 13, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના આમધરા-મોગરાવાડી પાસે ખરેરા નદી ઉપર બ્રિજની કામગીરી વચ્‍ચે અધૂરા એપ્રોચ રોડથી ચોમાસામાં માર્ગ બંધ થઈ થવાની ભીતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: પીપલગભણ ગામથી રૂમલાને જોડતા માર્ગ ઉપર આમધરા-મોગરાવાડી ગામની સીમમાંથી પસાર થતી ખરેરા નદી ઉપર લો-લેવલ પુલના સ્‍થાને 8.75 કરોડ રૂપિયાના ખર્ચે માર્ગમકાન વિભાગ દ્વારા હાલે પાંચ સ્‍પાનના મેજર બ્રિજનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ નવા બ્રિજના બાંધકામની લાઇન દોરીમાં જૂના લો-લેવલ પુલનો એપ્રોચ રોડ પણ આવતો હોય હાલની સ્‍થિતિ જોતા આ એપ્રોચ રોડને યોગ્‍ય ન કરવામાં આવે તો ચોમાસામાં વાહન વ્‍યવહાર જ બંધ થઈ જાય તેવા એંધાણ વર્તાય રહ્યાછે.
પીપલગભણ-આમધરા-મોગરાવાડી-રૂમલા માર્ગ આ વિસ્‍તારના લોકો માટે ખૂબ જ ઉપયોગી અને મહત્‍વનો છે. ખાસ કરીને ખેડૂતોને ખેતીકામ માટે વ્‍યાપક અવર જવર રહેતી હોય છે. અને ખેડૂતોને પોતાની ખેતીવાડીમાં જવા આવવા માટે આ ખરેરા નદી પરના લો-લેવલ પુલ સિવાય બીજો કોઈ વિકલ્‍પ પણ ન હોય તેવામાં ચોમાસા પૂર્વે માર્ગ મકાન દ્વારા જુના લો-લેવલ પુલને જોડતા એપ્રોચ રોડની કામગીરી પૂર્ણ કરાવી વાહન વ્‍યવહાર ચાલુ રહે તે માટે કવાયત કરે તે જરૂરી છે.
માર્ગ મકાનના નાયબ કાર્યપાલક ઈજનેર ભરતભાઈના જણાવ્‍યાનુસાર નવા પુલના બાંધકામની મુદત હજુ બાકી છે. ચોમાસા પૂર્વે હાલે જે એપ્રોચ રોડની સ્‍થિતિ છે. તેની ઉપર જીએસબી નાંખીને ચોમાસા દરમ્‍યાન વાહન વ્‍યવહાર જુના પુલ પરથી ચાલુ રહે તેવું આયોજન કરવામાં આવેલ છે.

Related posts

દાનહના રાંધા ગામની સૂર્યાસ કંપની ઓકી રહી છે વાયુ પ્રદૂષણઃ ગામલોકો ત્રાહિમામ

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહની મુલાકાતે મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થતાં દાનહ ખાતે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલો સંવાદ

vartmanpravah

વાપી કરવડ અને કોચરવામાં આગના બે બનાવ બન્‍યા

vartmanpravah

દીવમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સના સિલેક્‍શન ટ્રાયલની શરૂઆત : ખેલાડીઓએ ભારે ઉત્‍સાહ સાથે લીધેલો ભાગ

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરિફાઈ યોજાઈ

vartmanpravah

દુણેઠા સ્‍થિત જલદેવી માતા મંદિરના લાભાર્થે ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment