April 17, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહ જિલ્લા કલેક્ટર સંદીપ કુમાર સિંઘના નેતૃત્વમાં અને ‘અક્ષયપાત્ર’ના સહયોગથી દયાત ફળિયા આંગણવાડીમાં બાળકોને રાશનકીટનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૮
આજરોજ તા.૦૮/૦૭/૨૦૨૧ના રોજ દયાત ફળિયા આંગણવાડી-સેલવાસ ખાતે ડીસ્ટ્રીકટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ અને ‘અક્ષયપાત્ર’ના સહયોગ દ્વારા રાશનકીટનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દેખભાળ અને સંરક્ષણની આવશ્યકતાવાળા બાળકો જેવા કે નિરાધાર, અનાથ ઍકલ માતા અથવા પિતાના બાળકોને સહાયતા કરવાના ઉદ્દેશ્યથી ‘અક્ષયપાત્ર’ દ્વારા બાળકોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહેમાનોનું સ્વાગત ઉપરાંત કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્ય ઉપર ભાર મૂકતા દાનહ જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ કુમાર સિંઘે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશ પ્રશાસન, ભારત સરકારના દિશા-નિર્દેશો અનુસાર દાનહના દેખભાળ અને સંરક્ષણની આવશ્યકતાવાળા બાળકો જેવા કે નિરાધાર, અનાથ ઍકલ માતા-પિતાના બાળકો તથા દિવ્યાંગ બાળકોના માનવીય અધિકારોની અપેક્ષા માટે સંપૂર્ણ પ્રતિબધ્ધ છે. આ અનુરોધથી અક્ષય પાત્રાના સહકાર્યથી દાનહ જિલ્લા બાળ સંરક્ષણ ઍકમ દ્વારા ૦૭ બાળકોને રાશન કિટનું વિતરણ કરી ઍક નવી શરૂઆત કરવામાં આવી છે. ‘અક્ષયપાત્ર’ સ્કૂલના બાળકોને તાજુ અને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવાની દિશામાં પોતાના તમામ પ્રયાસોને ઍકીકૃત કરી રહ્નાં છે. જે માટે સંગઠન સરકારી શાળાઅો અને સરકારી સહાયત પ્રા શાળામાં મિડ-ડે મિલ યોજના લાગુ કરી પોષણયુક્ત આહાર આપવાનો પ્રયાસ કરાય છે. આ સાથે ‘અક્ષયપાત્ર’ના સહયોગથી કુપોષણને દૂર કરી સામાજિક અને આર્થિક રીતે વંચિત બાળકોને શિક્ષણ અને અધિકાર આપવાનો પણ ઉદ્દેશ્ય છે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દાનહ જિલ્લા કલેક્ટર શ્રી સંદીપકુમાર સિંઘ, જિલ્લા પંચાયત સીઈઓ ઍચ.ઍમ.ચાવડા, પાલિકા સીઓ શ્રી મોહિત મિશ્રા, બાળ વિકાસ પરિયોજના અધિકારી નમ્રતા પરમાર ઉપસ્થિત રહ્ના હતા. બાળ વિકાસ પરિયોજના અધિકારી, ઍકીકૃત બાળ વિકાસ સેવા દાદરા નગર હવેલી પણ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમને સફળ બનાવવામા જિલ્લા બાળ સંરક્ષણ અધિકારી શ્રી પારસભાઈ પટેલ અને આંગણવાડી કાર્યકર્તા બહેનો અને જિલ્લા બાળ સંરક્ષણની ટીમનો સહયોગ રહ્ના હતો.

Related posts

દાનહ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરને એક લાખ મતોથી વિજયી બનાવવા યુવા નેતા સની ભીમરાની હાકલ

vartmanpravah

એક વર્ષ પહેલાં જ લોકાર્પણ કરાયેલ સેલવાસથી સામરવરણી તરફના રીંગ રોડના બ્રીજ ઉપર તિરાડો પડી

vartmanpravah

સંઘપ્રદેશના સસ્‍પેન્‍ડેડ પી.આઈ. પંકેશ ટંડેલની પોર્ટુગલ નાગરિકતા હોવાથી પોલીસ સેવામાંથી કરાયેલી હકાલપટ્ટી : સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ દુમ્‍બેરેએ જારી કરેલો આદેશ 

vartmanpravah

વલસાડમાં આદિવાસી સંઘર્ષ મોરચા દ્વારા જમીન સહિતની પડતર માંગણીઓ માટે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજાઈ

vartmanpravah

દાનહ એક્‍સાઈઝ વિભાગે લુહારીથી 174 બોક્ષ દારૂનો જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

દાનહ સીંદોની પંચાયત ખાતે ગ્રામજનો માટે અવર્નેશ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

Leave a Comment