Vartman Pravah
ગુજરાત

જી.ઍચ.સી.ઍલ. ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ઈ.ડી.આઈ.આઈ સંસ્થા દ્વારા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યકમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૦૮ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભીલાડ ખાતે ૨ જી જુલાઈના રોજ ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ઍîટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અોફ ઈન્ડિયા(ઇ.ડી.આઈ.આઈ.) સંસ્થા દ્વારા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યકમ યોજાયો હતો. ઇ.ડી.આઈ.આઈ., સંસ્થા ટોચની નાણાકીય સંસ્થાઅો દ્વારા પ્રાયોજિત છે. જેનો મુખ્ય હેતુ નવી જનરેશન મુજબ વિકાસલક્ષી સાહસો માટે ઉદ્યમી શિક્ષણ, તાલીમ, સપોર્ટ અને સંશોધનને વેગ આપવાનો છે. ગ્રામીણ વિસ્તારમાં રેહતા કારીગરોને અોળખવા અને તેઅોની કલાને તાલીમ અને અન્ય સહયોગ આપી તેઅોની આજીવિકામાં વૃદ્ધિ કરવાનો છે. આ સંસ્થાના ગાંધીનગરથી તાલીમ માટે આવેલા પ્રકાશભાઈ સોલંકીઍ સંસ્થાનો પરિચય આપતાં જણાવ્યું હતું કે, આ સંસ્થા દ્વારા ઉદ્યોગ સાહસિકોને ધંધા માટે લોન, ઉત્પાદનના વેચાણ માટે બજાર સાથે સંકલન કરવા બાબત અને વિવિધ સરકારી સહાય યોજનાઅોની જાણકારી આપી હતી. તાલીમાર્થીઅોને વાપી અને વલસાડથી બીનોદભાઈ, હેમંતભાઈ અને રાજેન્દ્રભાઈ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત તાલીમાર્થીઅોને આગામી સમયમાં ૫ાંચ દિવસની ઉદ્યોગ સાહસિક તાલીમ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ તાલીમમાં ફાઉન્ડેશનના કાર્યવિસ્તારના કુલ ત્રીસ જેટલા ભાઈઅો-બહેનોઍ ભાગ લીધો હોવાનું જી.ઍચ.સી.ઍલ ફાઉન્ડેશન ટ્રસ્ટ ભીલાડ દ્વારા જણાવાયું છે.

Related posts

વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝ બિલખાડી કિનારે મુખ્‍ય પાણીની લાઈન લીકેજ : હજારો લીટર પાણી વેડફાટ

vartmanpravah

વલસાડ તિથલ બીચ પર યુવતિએ બે બે વાર આપઘાતનો પ્રયાસ કર્યા : જી.આર.ડી.એ ઉગારી લીધી

vartmanpravah

દીવમાં શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા બે દિવસીય ગોરમાવડી મહોત્સવ-૨૦૨૪નું થયેલું ભવ્ય સમાપન

vartmanpravah

ઉમરગામ તાલુકાના સરપંચોમાં સાંસદ કે. સી. પટેલ પ્રત્‍યે ભારે નારાજગી

vartmanpravah

વાપી સી-ટાઈપ પોલીસ ક્‍વાટર્સમાં રહેતા કોન્‍સ્‍ટેબલએ ઘરમાં ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી : પોલીસ બેડામાં ચકચાર

vartmanpravah

વાપી ઈન્‍ડિયન બેંકનો આસિસ્‍ટન મેનેજર એ.ટી.એમ.માંથી રૂા.15.26 લાખની ઉચાપત કરતા ઝડપાયો

vartmanpravah

Leave a Comment