(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
દાદરા નગર હવેલીમા નવા 01કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 12 સક્રિય કેસ છે, અત્યાર સુધીમા 6287 કેસ રીકવર થઈ ચૂકયા છે. અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 402 નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી 01 વ્યક્તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ એન્ટિજન 139 નમૂના લેવામા આવ્યા હતા. જેમાંથી એકપણ કેસ પોઝિટીવ નહી આવતા કુલ 01 રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.હાલમાં પ્રદેશમાં 01 કંટાઈમેન્ટ ઝોન જાહેર કરાયું છે. આજરોજ 02 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાંકોવીશીલ્ડ વેક્સીનનુ રસીકરણ કરવામા આવ્યુ હતુ. જેમા આજે 850 લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 443705 અને બીજો ડોઝ 330356 વ્યક્તિઓને આપવામા આવ્યો છે. પ્રેક્યુશન ડોઝ 2877 વ્યક્તિઓને આપવામા આવ્યા છે. કુલ 776938 લોકોને વેક્સીન આપવામા આવી છે.
Previous post