September 13, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર- 2024 યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.૦૫: જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર(રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ધરમપુર દ્વારા દર વર્ષની જેમ જિલ્લા કક્ષાનો નેશનલ સાઇન્સ સેમિનાર- 2024 નું આયોજન 04/09/2024ના રોજ કરવામાં આવ્યું હતું.
નેશનલ સાયન્સ સેમિનારનો ઉદ્દેશ્ય-વિદ્યાર્થીઓ નવી વૈજ્ઞાનિક પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા તેમજ વૈજ્ઞાનિક જાગૃતિ સાથે વિવિધ શાખાઓથી માહિતગાર કરવાનો છે. “કૃત્રિમ બુદ્ધિમત્ત્તા: સંભવિતતાઓ અને ચિંતાઓ”“Artificial Intelligence: Potentials & Concerns” વિષય પર જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર (રા.વિ.સં.પ.) ધરમપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રજ્ઞેશ રાઠોડએજ્યુકેશન ઓફિસર, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર એ તેમના સંબોધનમાં જિલ્લા અને રાજ્ય સ્તરે થતી વિજ્ઞાન શિક્ષણ વિષયક પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા થતાં આયોજનની માહિતી આપી હતી તથા વિદ્યાર્થીઓમાં રહેલી Artificial Intelligence અંગેની રુચિ અને વૈજ્ઞાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે નિર્ણાયક તરીકે ડૉ. ભદ્રેશ સુદાની, ગવર્મેન્ટ ઍન્જિનિયરિંગ કોલેજ, વલસાડ તથા રાહુલ શાહ, જુનિયર મેન્ટર, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર એ સેવા આપી હતી. વલસાડ જિલ્લાની વિવિધ શાળાના ધોરણ 8 થી 10ના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લઈ Artificial Intelligence પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. Artificial Intelligenceનો વધતો જતો ઉપયોગ, રોજબરોજમાં થતી અસરો, તેના ઉપયોગથી થતાં ફાયદાઓ, વધુ પડતાં ઉપયોગથી થતાં ગેરફાયદાઓ વગેરે પાવર પોઈન્ટ પ્રેસેંટેશન ના માધ્યમથી પોતાના વિચારો રજૂ કર્યા હતા.
જિલ્લા કક્ષાના નેશનલ સાઇન્સ સેમિનાર 2024 માં વલસાડ જિલ્લાની 8 શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ પુરસ્કાર પ્રિન્સ દદાણી, સેંટ ફ્રાન્સિસ હાઇસ્કૂલ, વાપીને અને ધરા પટેલ, કુસુમ વિદ્યાલય, વલસાડને દ્વિતીય પુરસ્કાર જ્યારે તૃતીય પુરસ્કાર ધ્વનિ કે પટેલ કલ્યાણી શાળા અતુલ પ્રાપ્ત થયો હતો. પ્રથમ અને દ્વિતીય વિજેતાઓ રાજ્ય કક્ષાના સેમિનારમાં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્ય કક્ષાની સ્પર્ધા સાઇન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાશે, જેની વધુ માહિતી પાછળથી આપવામાં આવશે.
કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉ. ભદ્રેશ સુદાની, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગવર્મેન્ટ ઍન્જિનિયરિંગ કોલેજ, વલસાડ, ડો. પંકજ દેસાઇ, વિજ્ઞાન સલાહકાર, અને સી. લેક્ચરર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના જુનિયર મેન્ટર રાહુલ શાહ, શ્રી તથા એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડે ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્ર અને વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. નિર્ણાયકોએ વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ઉપયોગી સૂચનો આપ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના તમામ કર્મચારીઓનો અમૂલ્ય સહયોગ રહ્યો હતો.

Related posts

વલસાડ પારડીમાં મોબાઈલ ટાવરનું બાંધકામ અટકાવવા માટે આવેદનપત્ર આપ્‍યું

vartmanpravah

શ્રી તીર્થ પંઢરપુર ખાતે પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ યોજાયો

vartmanpravah

વાપીમાં પ્રથમ નોરતાથી જ સૂર, તાલ અને થનગનાટ સાથે ખેલૈયાઓએ કરેલી ઠેર ઠેર જમાવટ

vartmanpravah

સંજીવની બુટ્ટી સમાન: નવસારી જિલ્લામાં 108 એમ્‍બ્‍યુલન્‍સમાં 16 વર્ષમાં 1પ10 સગર્ભા મહિલાઓને ડિલેવરી કરાવી

vartmanpravah

તે સમયે દાનહના સત્તાધારી રાજકારણીઓએ થોડી શાણપણ વાપરી ખેડૂત માલિકોની ઉદ્યોગોમાં ભાગીદારી સુનિશ્ચિત કરી હોત તો આજે આદિવાસીઓની હાલતમાં જમીન-આસમાનનું અંતર આવ્‍યું હોત..!

vartmanpravah

કપરાડા અંભેટી ગામે કંપનીમાં ફરજ બજાવતો સિક્‍યોરિટી ગાર્ડ ગન-જીવતા કારતૂસ સાથે ઝડપાયો

vartmanpravah

Leave a Comment