April 28, 2024
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોટી દમણની વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની તાઈક્વાન્ડો ચેમ્પિયનશીપમાં ભાગ લેવા રવાના

ભારત સરકારના ‘સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ હેઠળ મધ્ય પ્રદેશના બૈતુલ ખાતે તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ થી ૫ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન રાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશીપ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસનના રમતગમત વિભાગ-દમણ દ્વારા યુનિયન ટેરિટરી(યુ.ટી.) સ્‍તરની તાઈક્‍વાન્‍ડો ચેમ્‍પિયનશીપ દાદરા નગર હવેલીમાં યોજવામાં આવી હતી. જેમાં મોટી દમણ ખાતેનીવાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થી કાવ્‍ય દેસાઈ, દ્વિત પટેલ, ગૌતમ કાંડી, અન્‍યયા પાંડા, ગર્વિતા ચૌહાણ, હર્ષ શર્મા, ઈર્શાદ ખાન, યાસ્‍મિનબાનુ ખાન, સોહિલ મંસૂરી, અનુષ્‍કા સિંહ, મન રાઠોડ, અમિત જાયસવાલ, ધ્રુવલ પટેલ, ફલક, દ્રશ્‍ય અને અબ્‍દુલા ખાન. આ તમામ 16 વિદ્યાર્થીઓની રાષ્‍ટ્રીય સ્‍તરના તાઈક્‍વાન્‍ડો ચેમ્‍પિયનશીપ માટે પસંદગી થવા પામી છે અને દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલનું ગૌરવ વધાર્યું છે.
પસંદગી પામેલા તમામ વિદ્યાર્થીઓ હવે ભારત સરકારના ‘સ્‍કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા’માં મધ્‍ય પ્રદેશના બૈતુલ ખાતે તા.31 ડિસેમ્‍બર, 2023 થી 5 જાન્‍યુઆરી, 2024 દરમિયાન યોજાનારી રાષ્‍ટ્રીય ચેમ્‍પિયનશીપમાં ભાગ લેવા માટે રવાના થયા હતા. જ્‍યાં તેઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરીને શાળા અને માતા-પિતા સહિત પ્રદેશનું નામ રોશન કરવાનો પ્રયાસ કરશે.
વિદ્યાર્થીઓની શાનદાર ઉપલબ્‍ધિ માટે શાળાના સંચાલક શ્રી અપૂર્વ પાઠક, ડાયરેક્‍ટર શ્રીમતી નિમિષા પાઠકે આચાર્યા શ્રીમતી દીપાલી પટેલ, ઉપ આચાર્ય શ્રી વી. સુબારાવ તેમજ સમગ્ર વાત્‍સલ્‍ય શાળા પરિવાર અને પ્રશિક્ષક તમન્ના બેરાને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્‍યની શુભકામના આપી હતી.

Related posts

સરીગામની મેક્‍લોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં ‘રાષ્‍ટ્રીય સુરક્ષા સપ્તાહ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી જુના રેલવે ફાટકે કરૂણાંતિકા સર્જાઈ : ટ્રેક ક્રોસ કરતા માતા-પુત્રીનું ટ્રેન અડફેટે મોત

vartmanpravah

વલસાડ એસટી વિભાગ વેકેશન દરમિયાન વધારાની લોકલ અને એક્‍સપ્રેસ બસો દોડાવશે

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિતે કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વલસાડના ધારાસભ્‍યએ ગૃહમંત્રીને પત્ર લખ્‍યો: મુસ્‍લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર

vartmanpravah

રાજ્‍યના ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાનગી જમીનમાં ચાર હેક્‍ટર સુધી હરાજી વિના લીઝની પરવાનગી આપવાનો નિર્ણય કરાતા ક્‍વોરી ઉદ્યોગમાં આનંદની લહેર

vartmanpravah

Leave a Comment