October 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશમાં હવે ગ્રામ પંચાયત વિસ્‍તારમાં થતા અનઅધિકૃત અને ગેરકાયદે બાંધકામો માટે સરપંચ જવાબદાર બનશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 13:
સમગ્ર સંઘપ્રદેશમાં પ્‍લાનિંગ અને ડેવલપમેન્‍ટ ઓથોરિટી તમામ બાંધકામના કામોની મંજૂરી આપે છે. જે અંતર્ગત પંચાયત વિસ્‍તારમાં પ્‍લાનિંગ અને ડેવલપમેન્‍ટ ઓથોરિટીની મંજૂરી વગર બાંધકામ થઈ રહ્યા હોવાનું ધ્‍યાનમાં આવતા પ્રશાસને કાર્યવાહીની શરૂઆત કરી છે. જે કડીમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગ્રામ પંચાયત વિસ્‍તારની અંદર જો કોઈ અનઅધિકૃત અને ગેરકાયદે બાંધકામ થશે તો તેની સીધી જવાબદારી જે તે ગ્રામ પંચાયતના સરપંચની હોવાનું દાદરા નગર હવેલી અને દમણ-દીવના પંચાયતી રાજ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી આશિષ મોહને એક સરક્‍યુલર દ્વારા સૂચિત કર્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પંચાયત રેગ્‍યુલેશન-2012ની કલમ 18 અંતર્ગત પોતાની ગ્રામ પંચાયતમાં અનઅધિકૃત / ગેરકાયદેસર બાંધકામ નહીં થાય તેની કાળજી લેવાની જવાબદારી જે તે ગ્રામ પંચાયતના સરપંચની છે.

Related posts

..લ્‍યો આ બાજુ તો કોઈ નથી..! ક્‍યાંક કપાઈ ગયા ક્‍યાંક અટવાઈ ગયા

vartmanpravah

બ્રિટનના લેસ્‍ટરમાં થઈ રહેલા પાકિસ્‍તાન સમર્થિત તોફાનના સંદર્ભમાં દમણ માછી સમાજ અને દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સોંપેલું આવેદનપત્ર

vartmanpravah

પારડી નગરપાલિકા સફાઈ અભિયાન

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ : દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah

દાનહ સિવિલ સોસાયટી જિ.પં.ના વિકાસ કામોનું સોશિયલ ઓડિટ કરશે

vartmanpravah

વલસાડ જિલ્લાના દરિયાઈ વિસ્‍તારમાં સૌરાષ્‍ટ્રના માછીમારો કબજો જમાવી દેવાતા માછીમારોએ આપેલું આવેદન

vartmanpravah

Leave a Comment