(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી સી.ટી.રવી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ અગામી 24ની લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી સી.ટી.રવી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના બે દિવસના પ્રવાસે આવી રહ્યા હોવાની માહિતી મળી છે. શ્રી સી.ટી.રવી આવતીકાલે 15મીના ગુરૂવારેસૌપ્રથમ દાદરા નગર હવેલીમાં રહેશે જ્યાં તેઓ ભાજપ મંડળના પદાધિકારીઓ-કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે જેમાં તેઓ 24માં આવનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓ બાબતે ચર્ચા-વિચારણા કરશે. તેઓ તેમના પ્રવાસીના બીજા દિવસે દમણ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજશે. જેમાં ખાસ કરીને સંયુક્ત મોર્ચાની બેઠક, જિલ્લા અને મંડળના પદાધિકારીઓ સાથે વિચારમંથન અંગે બેઠક કરશે.