August 24, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશવાપીસેલવાસ

સેલવાસ-વાપી રોડ સ્‍થિત ક્રિશ્ના હાઇટ્‍સ સોસાયટીના ફલેટમાં ધોળા દિવસે ચોરી

રૂમની અંદરના કબાટનું લોકર તોડી સોનાના દાગીના અને રોકડ રૂપિયા લઈને ચોરટા ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: સેલવાસ વાપી મેઈન રોડ પર આવેલ ક્રિશ્ના હાઈટ્‍સ સોસાયટીમાં દિનદહાડે ફલેટનું તાળુ તોડી ચોરી કરી ચોરટા ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસના કૃષ્‍ણ હાઈટ્‍સ સોસાયટીના પાંચમા માળે ફલેટ નંબર 507માં ધોળા દિવસે સાંજના લગભગ ચાર વાગ્‍યાના સુમારે કોઈક ચોરટાઓ ફલેટનું તાળુ તોડી અંદર ઘુસી કબાટનું લોકર તોડી સોનાના દાગીના અને રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયા હતા.
ઘર માલિકના જણાવ્‍યા અનુસાર અમે બન્ને પતિ-પત્‍ની સવારથી જ નોકરી પર નીકળી ગયા હતા. અમારા આજુબાજુના લોકોએ અમારા ઘરનો દરવાજો ખુલ્લો જોતાં તેઓને શંકા જતા અમને ફોન કર્યો હતો, ત્‍યારબાદ અમે ઘરે આવીને જોયું તો રૂમની અંદરના કબાટનું લોકર તોડી એમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા લઈને ચોરટા ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ સેલવાસ પોલીસે થતાં તેમની ટીમ સ્‍થળ ઉપર પહોંચી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

મરવડ પંચાયતના દલવાડામાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનું ઘરે ઘરે થયું ઉમળકાભેર સન્‍માન

vartmanpravah

ભર ઉનાળે કરા સાથે કમોસમી વરસાદ: ચીખલી અને વાંસદા તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબકયો

vartmanpravah

અમરેલી જિલ્લા ભાજપ આગેવાન ડો. ભરતભાઈ કાનાબારના નેતૃત્‍વમાં પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લાની લીધેલી મુલાકાતઃ વિકાસ નિહાળી દિગ્‍મૂઢ

vartmanpravah

GNLU સેલવાસ કેમ્‍પસમાં એસસી/એસટી અત્‍યાચાર નિવારણ અધિનિયમ, 1989 પર આઉટરીચ પ્રોગ્રામ સાથે ‘બંધારણ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી ફેલોશીપ સ્‍કૂલ દ્વારા આયોજિત આંતર સ્‍કૂલ વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલ ટોપ રહી

vartmanpravah

વલસાડમાં લાંચ કેસમાં ઝડપાયેલા ફૂડ એન્‍ડ ડ્રગ ઈન્‍સ્‍પેક્‍ટરે કરેલી જામીન અરજી નામંજૂર

vartmanpravah

Leave a Comment