January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખેલો ઇન્‍ડિયા રાઈઝિંગ ટેલેન્‍ટ આઈડેન્‍ટિફિકેશન અંતર્ગત દમણમાં યુવાઓ માટે ખેલ પ્રતિભા મૂલ્‍યાંકન શિબિર યોજાઈ

સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા(SAI)ના સહયોગથી નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે આયોજીત રમત-ગમત પ્રતિભા મૂલ્‍યાંકન શિબિરમાં 09 થી 18 વર્ષના બાળકો/યુવાનોએ આનંદ-ઉત્‍સાહથી લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: ભારતમાં રમત-ગમતના વિકાસ માટે સરકાર દ્વારા ઘણા અસરકારક નિર્ણયો લેવામાં આવ્‍યા છે. ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશો દ્વારા તેમના સંબંધિત પ્રદેશોમાં સક્રિયપણે લાગુ કરવામાં આવ્‍યા છે. તેના ભાગરૂપે, ખેલો ઇન્‍ડિયા રાઇઝિંગ ટેલેન્‍ટ આઇડેન્‍ટિફિકેશન (કિર્તી) એટલે કે, ખેલો ઇન્‍ડિયા ઇમર્જિંગ ટેલેન્‍ટ આઇડેન્‍ટિફિકેશન પ્રોગ્રામનું ચંદીગઢમાં ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું. ‘ખેલો ઇન્‍ડિયા મિશન’ હેઠળ આ એક મહત્‍વાકાંક્ષી દેશવ્‍યાપી કાર્યક્રમ છે. તેનો મુખ્‍ય ઉદ્દેશ ઈંઝ ટૂલ્‍સનો ઉપયોગ કરીને દેશના દરેક ખૂણેથી 09 થી 18 વર્ષની વયજૂથના યુવાનોની પ્રતિભાને ઓળખવાનો અને પ્રતિભા દર્શાવવા માટે રમતવીરોને એક સામાન્‍ય પ્‍લેટફોર્મ પૂરું પાડવાનો છે.
સંઘપ્રદેશના રમત-ગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા કીર્તિ કાર્યક્રમ હેઠળ, નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્‍ડને પ્રતિભા મૂલ્‍યાંકન કેન્‍દ્ર તરીકે પસંદ કરવામાં આવ્‍યું છે. જે અંતર્ગત સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (SAI)ના સહયોગથીઆજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે 09 વર્ષથી 18 વર્ષના બાળકો/યુવાનો માટે રમત-ગમત પ્રતિભા મૂલ્‍યાંકન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં દમણના રમત-ગમત અને યુવા બાબતોના વિભાગના નિયામક શ્રી અરુણ ગુપ્તા મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત 13મી જૂનથી 19મી જૂન દરમિયાન એથ્‍લેટિક્‍સ, કબડ્ડી, ખોખો, ફૂટબોલ અને વૉલીબોલમાં પ્રદેશના પ્રતિભાશાળી યુવાનોના બે તબક્કામાં રમત-ગમતમાં સામાન્‍ય શારીરિક માપદંડો અને યુવાનોનું ચોક્કસ મૂલ્‍યાંકન કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે રમત-ગમતની શિસ્‍તની વિશિષ્ટ જરૂરિયાતો અનુસાર રમત-ગમતના પ્રદર્શનને માપવા અને રમત પ્રતિભાનું ઊંડાણપૂર્વક મૂલ્‍યાંકન કર્યા પછી, રમતવીરોને વ્‍યાપક પ્રતિષ્ઠા રિપોર્ટ કાર્ડ પ્રદાન કરવામાં આવશે. ટેલેન્‍ટ એસેસમેન્‍ટ સેન્‍ટર (TAC) દ્વારા પસંદ કરાયેલા એથ્‍લેટ્‍સ ખેલો ઇન્‍ડિયા એથ્‍લેટ્‍સ (KIA) અને ટોપ્‍સ એથ્‍લેટ્‍સ માટે ફીડર કેડર તરીકે સેવા આપશે. આ કાર્યક્રમ અંતર્ગત વિભાગના રમત-ગમત સંયોજક શ્રી દેવરાજસિંહ રાઠોડની વેન્‍યુ મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અત્રે યાદ રહે કે, સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (SAI)ની સ્‍થાપના ભારત સરકાર દ્વારા ભારતમાં રમત-ગમતના વિકાસ માટે કરવામાં આવી છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દાનહમાં થયેલા જમીન કૌભાંડોની સીબીઆઈ તપાસ માંગતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

vartmanpravah

ચીખલીના તલાવચોરા સહિતના ગામોમાં પ્રધાનમંત્રી આવાસ સહિતની વિવિધ યોજનાઓના અમલ વચ્‍ચે અનેક ગરીબ પરિવારો આજે પણ કાચા અને ભાંગેલા-તૂટેલા મકાનમાં રહેવા મજબૂર

vartmanpravah

રોહિણા ખાતે સમસ્‍ત ધોડીયા સમાજ કુળ પરિવાર ટ્રસ્‍ટનું સાતમું સંમેલન મળ્‍યું: સમાજના કુરિવાજોને દૂર કરવા આહવાન કરવામાં આવ્‍યું

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયે ‘રાષ્‍ટ્રીયએકતા દિવસ’ ઉજવણીને ધ્‍યાનમાં રાખી બેઠક યોજી

vartmanpravah

વાપી ગુંજન કલા મંદિરમાં સોનાના નકલી બિસ્‍કીટ આપી 1.98 લાખના ઘરેણા ખરીદનારા બે પોલીસ સિકંજામાં

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દમાં દોઢ વર્ષે પણ આંગણવાડીનું બાંધકામ પૂર્ણ નહીં થતાં નાના ભૂલકાંઓ ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

Leave a Comment