January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ચીખલીમાં ટ્રક ચાલકે માનવતા મહેકાવી રસ્‍તામાંથી મળેલ પર્સ વિઝીટિંગ કાર્ડના આધારે સંપર્ક કરી માલિકને પરત કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.18
ચીખલીમાં એક ટ્રક ચાલકે માનવતા મહેકાવી રસ્‍તામાંથી મળેલ પર્સ વિઝીટિંગ કાર્ડના આધારે સંપર્ક કરી માલિકને પરત કર્યું હતું. સમરોલીના કોકો પટેલ પર્સમાં રાખેલ વિઝીટિંગ કાર્ડ અને મા-બાપની તસ્‍વીર અને ટ્રક ચાલકની માનવતાને પગલે પર્સ શી સલામત મળ્‍યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ ચીખલીમાં વાય.એન.ધાનાણી રોડ બિલ્‍ડર્સનો ટ્રક ચાલક સંજયસિંહ બળવંતસિંહ પરમાર (મૂળ રહે.કુકેરી તા.ચીખલી) રવિવારના રોજ સવારના સમયે ટ્રક લઈને ધોલાઈ બંદર તરફ જઇ રહ્યા હતા.તે સમય દરમ્‍યાન ચીખલી-બીલીમોરા માર્ગ ઉપર મજીગામની સીમમાંટ્રકમાં પંકચર થતા ઉભી રાખી હતી. તે સમયે રસ્‍તાની બાજુમાંથી એક પર્સ તેમને નજરે પડતા તેમાં વિવિધ બેંકના ત્રણેક જેટલા એટીએમ કાર્ડ,રોકડ રકમ અને અન્‍ય ડોકયુમેન્‍ટ હતા. આ પર્સમાં એક મીડિયા કર્મીનો વિઝીટિંગ કાર્ડ અને ફોટો મળી આવતા તેના આધારે આ ટ્રક ચાલક સંજયસિંહ પરમારે આ પર્સના માલિકનો સમરોલીના જીગર પટેલ ઉર્ફે કોકોનો સંપર્ક કરી સહી સલામત પર્સ પરત કરી આ ટ્રક ચાલકે માનવતા મહેકાવી હતી.
કોકો પટેલ પણ પર્સ ખોવાઈ જતા એક સમયે ચિંતાગ્રસ્‍ત થઈ એટીએમ કાર્ડ બ્‍લોક કરાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે પર્સમાં નજીકના વ્‍યક્‍તિનો વિઝીટિંગ કાર્ડ અને પિતા શંકરભાઈ ગેરેજવાલા અને માતા સવિતાબેનનો સયુંકત તસ્‍વીર રાખી હતી. માતા-પિતા પ્રત્‍યેનો લગાવ ફળ્‍યો હતો. આમ તો આજના યુવાનો ખાસ કરીને મા-બાપની તસ્‍વીર પર્સમાં ભાગ્‍યે જ રાખતા હોય છે. કોકોને માતા-પિતાની તસ્‍વીરથી અને ટ્રક ચાલકની માનવતાને પગલે પર્સ સહી સલામત પરત મળ્‍યું હતું.

Related posts

પ્રેસિડેન્‍ટ મોહમ્‍મદ નલવાલાના અધ્‍યક્ષ સ્‍થાને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લની મળી ચોથી બોર્ડ મિટિંગ

vartmanpravah

વાપી ડુંગરા પોલીસનો પાંચ વર્ષથી કાર ચોરીઓનો વોન્‍ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ પીએમ-સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્‍ચિંગ કર્યું

vartmanpravah

વર્ષો પછી પહેલા વરસાદમાં કેલિયા ડેમ અને જૂજ ડેમ છલકાયાં

vartmanpravah

દમણઃ કચીગામ શાળાના વિદ્યાર્થીઓએ કતારબંધ રીતે ગોઠવાઈને બનાવેલા આઝાદીના 75 વર્ષ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર રિંગરોડ બ્રીજ નીચે ક્રીએટા કારચાલક વળાંક લઈ રહ્યો હતો ત્‍યારે સામેથી આવતો ટેમ્‍પો ભટકાયો

vartmanpravah

Leave a Comment