9 થી 12 ધોરણ સુધી મળશે 48000 ની સ્કોલરશીપ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.17: ગુજરાત સરકાર દ્વારા ધોરણ-8 માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા ‘‘નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા”નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.
તા.07/04/2024 ના રોજ યોજાયેલ ફપ્પ્લ્ પરીક્ષામાં વલસાડ તાલુકાની અટગામની તેજસ્વી વિદ્યાર્થીની હેત્વી મનોજભાઈ ભાભાકરે આ પરીક્ષામાં ભાગ લઈ ઉત્કળષ્ટ દેખાવ કરી પરીક્ષામાં પાસ થઈ ધો.9 થી ધો.12 સુધી પ્રતિ વર્ષે રૂ.12,000 એમ કુલ રૂ.48,000 ની સ્કોલરશીપ મેળવવા માટે હકદાર બની છે.
સમગ્ર માહ્યાવંશી સમાજ હેત્વિબેનને અભિનંદન પાઠવી તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહી પરિવાર, ગામ અને સમાજનું નામ રોશન કરતા રહે એવી શુભેચ્છા પાઠવી હતી.