ડો.આશા ગાંધીઍ ૧૨૫ દિવસમાં ૧૨૫ ગણેશ ચિત્ર દોરી વર્લ્ડ રેકર્ડ નોîધાવ્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: વાપીના જાણીતા ગાયનોલોજીસ્ટ ડો.આશાબેન ગાંધીએ 125 દિવસમાં ગણેશજીના 125 ચિત્રો દોરી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.
ડો.આશાબેન ગાંધીનું ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. જેનું ઉદ્દઘાટન પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ડો.આશાબેન ગાંધી 37 વર્ષથી વાપીમાં ગાયનેક તબીબતરીકેની સેવાઓ આપી રહ્યા છે તેઓ પોતાની મા મેટેનરી હોસ્પિટલ ચલાવતા હતા. અત્યારે મલ્ટીસ્પેશિયાલિસ્ટ મીરામાયા હોસ્પિટલમાં સેવા આપે છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, મને ડ્રોઈંગ પ્રત્યે નાનપણથી લગાવ છે. થોડા વ્યસ્ત સમયમાં મારો શોખને ન્યાય નહોતી આપી શકતી પરંતુ હવે મારા શિડયુલમાં એક કલાકનો ફેરફાર કરી દરરોજ ડ્રોઈંગ કરું છું. મારા મતે પેશન અને મેડીટેશન છે તેથી જ 125 દિવસમાં 125 ચિત્રો દોરી શકાયું છે. જેનો વર્લ્ડ રેકર્ડમાં નોંધ લેવાયો છે. ગણેશજીના 125 ચિત્રો મેં બનાવ્યા છે. ગમે તે ઉંમરે તમે હોબીને ન્યાય આપી શકો છો. મોટા ભાગે ચિત્રો હું એક્રેલીક કલર કેનવાસ ઉપર બનાવું છું.