November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હરિયા પાર્ક બંગલામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી : તાળુ ના તૂટતા લુંટારુઓ પલાયન થયા

છેવાડા વિસ્‍તારોમાં લુંટારૂઓનો ખોફ : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી વિસ્‍તારમાં ક્‍યારેક ક્‍યારેક ચડ્ડી બનિયાનધારી લુંટારૂ ગેંગ ત્રાટકતી હોવાના ભૂતકામાં બનાવો બન્‍યા છે. તેવો વધુ એક બનાવ ગતરાત્રે સેલવાસ રોડ ડુંગરા સ્‍થિત હરિયા પાર્કમાં બન્‍યો હતો. એક બંગલામાં ચડ્ડી બનિયાનધારી લુંટારૂ ત્રાટકી હતી. જોકે લુંટારૂ ચોરી કરવામાં સફળરહ્યા નહોતા, કારણ કે બંગલાનું તાળું ના તૂટતા લુંટારૂ પલાયન થઈ ગયા હતા.
વાપીના છેવાડા વિસ્‍તારોમાં ચોરીઓના બનાવો વારંવાર બને છે. વાપી ડુંગરા હરિયા પાર્કમાં સોમવારે રાત્રે એક બંગલામાં ચડ્ડી બનિયાનધારી લુંટારૂ ગેંગ ત્રાટકી હતી. ત્રાટકેલી ગેંગની તમામ હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેની જાણ આજે મંગળવારે સવારે થઈ હતી. લુંટારૂઓ ચોરી કરવામાં સફળ રહ્યા નહોતા કારણ કે તાળું તૂટયું હતું. ચોરી નહી થઈ હોવાથછી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ ચડ્ડી બનિયાનધારી ગેંગના વાપીમાં આંટાફેરા-પગપેસારો થઈ રહ્યો હોવાનું પ્રતિત થાય છે તેથી નાઈટ પોલીસ પેટ્રોલીંગ ખાસ કરીને શહેરના છેવાડા વિસ્‍તારમાં વધારવાની જરૂરીયાત છે.

Related posts

રાષ્ટ્રીય આદિવાસી રમતોત્‍સવ-2023 માટે દમણમાં યોજાયેલી કેન્‍દ્ર શાસિત પ્રદેશ કક્ષાની પસંદગી પ્રક્રિયા સંપન્ન

vartmanpravah

વાપીના શશાંક જૈને 6-અંકના વર્ગમૂળમાં વર્લ્‍ડ રેકોર્ડ બનાવી ભારતનું નામ રોશન કર્યું

vartmanpravah

વલસાડ જિલ્લાના કેટલાક વિસ્‍તારોમાં પર્યાપ્ત વરસાદ પડતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી

vartmanpravah

દમણમાં હવે ભાઈગીરી નહીં ચાલે: દમણના ચર્ચાસ્‍પદ ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ મારામારી ઘટનામાં જયેશ પટેલ સહિતના 3 આરોપીઓ સામે વધુ 23મી સપ્‍ટે. સુધીના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

વલસાડ શહેરમાં આરટીઓ દ્વારા હેલમેટ ચેકિંગ ડ્રાઈવ: 56 વાહન ચાલકો પાસે 1,51,100નો દંડ વસૂલાયો

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટીપર્પઝ સ્‍કૂલ ધો.10 અને 12 સીબીએસઈનું પરિણામ જાહેર

vartmanpravah

Leave a Comment