તહેવારોની ભીડભાડમાં ચોર-ખિસ્સા કાતરુ, લૂંટ
સહિતના ગુના આચરવા સક્રિય બને છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: વાપીમાં આગામી દિવાળી તહેવારો આવી રહ્યા છે તેને ધ્યાને લઈને પોલીસે બેંક, આંગડીયા, જ્વેલર્સ સહિત વિવિધ વેપારી સંગઠનો સાથે મિટિંગ યોજી હતી. વેપારીઓને સલામતિ માટે સતર્કતા અંગે કેવા કેવા પગલા ભરવા તેની પોલીસ અધિકારીઓ વિસ્તૃત જાણકારી આપી હતી.
નાયબ પોલીસ વડા બી.એન. દવે સહિત પી.આઈ. પી.એસ.આઈ. સહિતના ઉચ્ચ અધિકારીઓએ દિવાળીના તહેવારો અંગે ચોર, ખિસ્સા કાતરુ, લૂંટ-ધાડ કરતા ગુનાહીત તત્ત્વો ભીડભાડમાં સક્રિય રહેતા હોય છે તે માટે સલામતિના પગલા ભરવા માટે ખાસ મિટિંગનું આયોજન કર્યું હતું. બેઠકમાં બેંકોના કર્મચારી, આંગડીયા, વેપારી એસોસિએશન અને જ્વેલર્સ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતચું કે, પેઢી કે દુકાનમાં કામ કરતા કર્મચારીઓનોરેકર્ડ રાખવો, આપણી દુકાન સહિત આજુબાજુમાં સીસીટીવી કેમેરા સિસ્ટમ સહિત સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા કરવા પોલીસે જરૂરી સુચનો આપ્યા હતા. જાહેર સલામતિ અંગે પોલીસને સહયોગ કરવા વિનંતી કરી હતી. ખાસ કરીને નાણાંકિય વહેવારો કરતી વખતે ખુબ જાગૃત અને સતર્ક રહેવું, ગ્રાહકોની ઓળખ રાખવી, સંકાસ્પદ ગ્રાહકોના સ્વાંગમાં આવતા ભીડભાડનો લાભ લેતા તત્ત્વો અંગે સાવધાની કેમ અને કેવી રીતે રાખવી તેનું વિસ્તૃત માર્ગદર્શન પોલીસ વિભાગે આપ્યું હતું.