રાત્રીના 12 થી સવારે 4 વાગ્યા સુધી બંધ રહે છે, કામ ચલાઉ
ડાઈવર્ઝન ઉપરથી અવર જવર થઈ શકશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વાપી વિસ્તારમાંથી પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે તે અંતર્ગત કરવડ ગામે પસાર થતા મોટાપોંઢા રોડ આગામી તા.24 જૂન સુધી બુલેટ ટ્રેનની કામગીરી લઈ રાત્રે 12 થી સવારે 4 કલાક દરમિયાન બંધ રહેશે.
કરવડ ગામથી પસાર થતી બુલેટ ટ્રેનની કામગીરી અંતર્ગત બ્રિજ નં.679 માટે સુપર ગડર સેગમેન્ટની કામગીરી તા.24 જૂન સુધી ચાલનાર છે તેથી રાત્રીના 12 થી સવારે 4 કલાક સુધી કરવડ-મોટાપોંઢા રોડની અવર જવર બંધ કરાઈ છે. જો કે વાહન ચાલકો અહીં બનાવેલ કામચલાઉ ડાઈવર્ઝનથી અવર જવર કરી શકશે.