October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેરી ચોર બાબતે ચીખલીના મીણકચ્‍છમાં બે પરિવાર વચ્‍ચે થયેલ ઝઘડામાં વૃધ્‍ધનું મોતઃ બે મહિલા સહિત 3 સામે હત્‍યાનો ગુનો નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ફરિયાદી સુનિલ સોમાભાઈ પટેલ (રહે.મીણકચ્‍છ નાયકીવાડ તા.ચીખલી) ની બન્ને દીકરીઓ બુધવારના રોજ બપોરના સમયે ઘરની નજીક આવેલ આંબાવાડીમાંથી પાકી કેરી વીણીને ઘરે આવતી હતી તે દરમ્‍યાન પાડોશીના ઘરે બેસેલ નેહાબેને કેરી ચોર કેરી ચોર તેમ કહેતાદીકરીઓએ આ હકીકત તેમને જણાવી હતી.
આ દરમ્‍યાન સાંજના સાડા સાતેક વાગ્‍યાના અરસામાં તેના ઘરની સામે રોડ પર ઉભા રહી પૂછવા જતા કેરી ચોર કીધું તેમાં શું થઈ ગયું? તેમ કહી નેહાબેન બોલાચાલી કરી ગાળો આપતા તે દરમ્‍યાન સુનિલભાઈના પિતા સોમાભાઈ પણ આવી નાના છોકરાઓને ચોર ની કેવાનું તેમ કહેતા નેહા અને તેના પિતા સુરેશભાઈ ઉશ્‍કેરાઈ જઈ ધક્કો મારતા નીચે પડી ગયા બાદ ઉઠવા ન પામતા સ્‍થળ પર આવેલા 108 ના સ્‍ટાફે સોમાભાઈ રાયલાભાઈ પટેલ (ઉ.વ-61) (રહે.મીણકચ્‍છ નાયકીવાડ તા.ચીખલી) ને મૃત જાહેર કર્યા હતા.
મીણકચ્‍છ ગામે સામાન્‍ય બાબતમાં થયેલા ઝઘડામાં શ્રમજીવી પરિવારના શખ્‍સનું મોત નિપજતા તેના પુત્રની ફરિયાદમાં પોલીસે સુરેશ ઢેડકાભાઈ પટેલ, નેહા સુરેશભાઈ પટેલ, હિરલબેન સંદીપભાઈ પટેલ (તમામ રહે.મીણકચ્‍છ નાયકીવાડ તા.ચીખલી જી.નવસારી) એમ ત્રણ સામે હત્‍યાનો ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પીઆઈ કરી રહ્યા છે.

Related posts

પારડીના આમળી ગામમાં કાચા ઘરમાં આગ લાગતા ઘર બળીને ખાખ

vartmanpravah

મધ્‍યપ્રદેશના મહામહિમ રાજ્‍યપાલ મંગુભાઈ પટેલે ચીખલીના ટાંકલ ગામે સહકારી અગ્રણીના નિવાસ સ્‍થાને સ્‍થાનિક આગેવાનો સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપીના ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગણી સરકારે સ્‍વીકારીઃ નોટીફાઈડ બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવશે

vartmanpravah

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ તરીકે ચૂંટાતા પોતાના રાજકીય ગુરૂ સ્‍વ.ડાહ્યાભાઈ પટેલનાઅલૌકિક આશીર્વાદ લેતા નવિનભાઈ પટેલ

vartmanpravah

ચીખલી માણેકપોરથી સુરખાઈ સુધી સ્‍ટેટ હાઇવે પર ઠેર-ઠેર તૂટેલી હાલતમાં ડીવાઈડર

vartmanpravah

Leave a Comment