December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજથી બોરડી ખાતે ચીકુ ફેસ્‍ટિવલનો થનારો પ્રારંભ

સ્‍થાનિક સંસ્‍કળતિ અને કલાઓને ઉજાગર કરનારો ચીકુ ફેસ્‍ટિવલ પર્યટકો માટે આકર્ષણનું કેન્‍દ્ર બનશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.17: ઉમરગામ તાલુકાની સરહદે અને મહારાષ્‍ટ્રની હદમાં બોરડી ખાતે આવતી કાલથી ચીકુ ફેસ્‍ટિવલનો દબદબા ભેર પ્રારંભ થવા જઈ રહ્યો છે. મહારાષ્‍ટ્ર ટુરીઝમ અને એન કે સીસીએના નેજા હેઠળ સતત બે દિવસ સુધી ચાલનારા કાર્યક્રમનું બોરડી ખાતેના એસ આર સાવે કેમ્‍પિંગ ગ્રાઉન્‍ડમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં સ્‍થાનિક સંસ્‍કળતિઓ અને વિવિધ કલાઓને ઉજાગર કરવા સાથે ચીકુમાંથી બનતી અવનવી ચીજોનુ પ્રદર્શન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમજ ગુજરાત અને મહારાષ્‍ટ્રમાંથી મોટી સંખ્‍યામાં પર્યટકો આવશે એવું અંદાજવામાં આવી રહ્યું છે. આ ફેસ્‍ટિવલના ઉદ્ધાટક તરીકે સ્‍વતંત્ર સેનાની શ્રી જયરામ બી. પાટીલ, અને અધ્‍યક્ષ સ્‍થાને ઉદ્યોગસાહસિક અને સામાજિક કાર્યકરશ્રી નરેશ જે રાઉત તેમજ અતિથિ વિશેષ તરીકે ઉત્તર કોંકણ ચેમ્‍બર ઓફ કોમર્સ ડોક્‍ટર દિપક ચૌધરી ઉપસ્‍થિત રહેશે એવુંજાણવા મળી રહ્યું છે.

Related posts

આજથી મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની મુલાકાતે

vartmanpravah

સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં એસપી અને એસડીપીઓની આકસ્‍મિક મુલાકાત દરમિયાન લાપરવાહી દાખવનાર હે.કો. રવિન્‍દ્ર રાયને સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્‍તિ આધ્‍યાત્‍મિક મેળો યોજાશે

vartmanpravah

વાપી હાઈવે ઉપર મહત્‍વાકાંક્ષી છરવાડા ક્રોસિંગ અંડરપાસના નિર્માણની ઝડપભેર ચાલી રહેલી કામગીરી

vartmanpravah

વાપીની મહિલા ઉદ્યોગપતિને આઉટ સ્‍ટેન્‍ડિંગ બિઝનેશ વુમન પુરસ્‍કાર એનાયત

vartmanpravah

નિરંકારી સેક્‍ટર-દમણમાં આયોજીત રક્‍તદાન શિબિરમાં 181 નિરંકારી ભક્‍તોએ ઉત્‍સાહપૂર્વક કર્યું રક્‍તદાન

vartmanpravah

Leave a Comment