April 27, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દાનહઃ ઉમરકૂઈ સ્‍થિત યુ.ડી.ફાર્મા રબર પ્રોડક્‍ટ્‍સ કંપનીના કામદારો પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા

પ્રશાસન દ્વારા અગાઉ પણ લઘુત્તમ વેતન દરો નહીં ચુકવતી કંપનીઓ સામે કડક પગલાં ભરવાની ચિમકીઓ આપી હતી, પરંતુ ચિમકીઓ ફક્‍ત કાગળ ઉપર જ હોવાની થઈ રહેલી પ્રતિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : ગુજરાતના વલસાડ અનેમહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં સાડાત્રણ હજાર કરતા વધુની સંખ્‍યામાં નાના-મોટા ઉદ્યોગો આવેલા છે. જેમાં હજારોની સંખ્‍યામાં કામદારો કામ કરી પેટિયું રળતા હોય છે. પરંતુ કેટલાક કંપની સંચાલકો દ્વારા કામદારોને લઘુત્તમ વેતન દરો નહીં ચુકવાતા હોવાની ફરિયાદો છાશવારે ઉઠતી રહે છે અને છેલ્લે કામદારો હડતાળનું શસ્ત્ર ઉગામતા હોય છે. તેની કડીમાં આજે ઉમરકૂઈ ગામ ખાતે આવેલ યુ.ડી.ફાર્મા રબર પ્રોડક્‍ટ્‍સ કંપની સંચાલકો દ્વારા કામદારોને નિર્ધારિત લઘુત્તમ વેતન દર પ્રમાણે પગાર નહીં ચુકવાતો હોવાના મુદ્દે અને કંપનીમાં નોકરી કરતી પાંચ યુવતિઓને કાઢી મુકવા બાબતે કામદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે.
કામદારોના જણાવ્‍યા પ્રમાણે અમને કંપની સંચાલકો દ્વારા લઘુત્તમ દર પ્રમાણે પગાર ચુકવાતો નથી., અમને જે પગાર આપવામાં આવે છે જે ધારાધોરણો પ્રમાણે ઓછો છે અને અમારૂં આ બાબતે શોષણ કરવામાં આવે છે. તેથી અમારી માંગણી છે કે, પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવેલા લઘુત્તમ દરો મુજબ અમને પગાર ચુકવવામાં આવે. ઉપરાંત કંપનીમાં કામ કરતી પાંચ જેટલી છોકરીઓને કાઢી મુકવામાં આવેલ છે જેઓને તાત્‍કાલિક ફરી નોકરી ઉપર લેવામાં આવે. કામદારોના જણાવ્‍યાપ્રમાણે અમે તમામ ત્રણ વર્ષ કરતા વધુ સમયથી નોકરી કરી રહ્યા છીએ, છતાંપણ નિયમો મુજબ અમને પગાર કે પી.એફ. આપવામાં આવતું નથી, તેથી જ્‍યાં સુધી અમારી માંગ પુરી નહિ થાય ત્‍યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે.

Related posts

નેપાળ ખાતે આયોજીત આંતરરાષ્‍ટ્રીય ચેસ ટૂર્નામેન્‍ટમાં સેલવાસના યુવાને ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

ધરમપુરના હનમતમાળ અને ખાંડાગામથી બે બોગસ તબીબો ઝડપાયા

vartmanpravah

મોતીવાડાની 22 વર્ષિય યુવતી ગુમ

vartmanpravah

અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પાવન પ્રસંગે આજે સંપૂર્ણ સંઘપ્રદેશ રામમય બનશેઃ ભગવાન રામની દિવ્‍યતા અને ધન્‍યતાનો અહેસાસ

vartmanpravah

વાપી હાઈવે પેપીલોન હોટલ સામે જી.ઈ.બી.ની ડીપીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ દમણના દરિયા કિનારે, જેટી, પાર્કિંગ પ્‍લેસ, જાહેર સ્‍થળ કે જાહેર રસ્‍તા ઉપર દારૂ-બિયર પીવા સામે પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment