October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચણોદમાં બંધ દુકાનમાં અગમ્‍ય કારણોસર આગ લાગી : અફરા તફરી મચી

નોટીફાઈડ ફાયરે ઘટના સ્‍થળે પહોંચી આગ કાબુ કરી :
અઠવાડીયામાં વાપીમાં બીજી દુકાનમાં આગ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી ચણોદમાં આજે ગુરૂવારે સવારે એક બંધ દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના બાદ લોકો દોડી આવ્‍યા હતા. ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ટીમ ઘટના સ્‍થળે ધસી આવીને આગ કાબુ કરી લીધી. બંધ દુકાન હોવાથી અન્‍ય દુર્ઘટના ટળીહતી.
વાપી શહેરમાં આ અઠવાડીયામાં દુકાનમાં આગ લાગવાની બીજી ઘટના ઘટી હતી. ચાર દિવસ પહેલા વાપી ટાઉનમાં નોવેલ્‍ટી સ્‍ટોરમાં લાગેલી આગની ઘટના બાદ આજે ચણોદમાં વહેલી સવારે કોઈ અગમ્‍ય કારણોસર બંધ દુકાનમાં અચાનક આગ લાગી હતી. જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે. પરંતુ ઘટના બાદ લોકોએ નોટિફાઈડ ફાયરને જાણ કરી હતી તેથી ઘટના સ્‍થળે આવી ફાયર બ્રિગેડએ આગ કાબુ કરી લીધી હતી. અન્‍ય કોઈ અપ્રિય ઘટના આગને લીધે ઘટી નહોતી.

Related posts

વાપીમાં ગાજવીજ સાથે વરસાદ પડતા નવરાત્રીના પ્રારંભમાંજ ખેલૈયાનો મૂડ ઓફ થયો

vartmanpravah

દીવ ભાજપે રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારીઓના આયોગના પ્રમુખનું કરેલું ઉષ્‍માભર્યુ સ્‍વાગત

vartmanpravah

સેલવાસ ડોકમરડી જૂના બ્રિજની દુર્ઘટનાનો ભોગ બનનાર મુકુલ ભગતના પરિવારને જિલ્લા પ્રશાસને પ્રદાન કરેલી નાણાંકીય સહાય

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં ચંદ્રગ્રહણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

vartmanpravah

આજથી ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: દાનહમાં પરીક્ષા કેન્‍દ્રો નજીકની ઝેરોક્ષની દુકાનો/સેન્‍ટરો બંધ રાખવા જિલ્લા મેજીસ્‍ટ્રેટ ભાનુ પ્રભાનો આદેશ

vartmanpravah

દીવના ઘોઘલા ખાતે દીપડો પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

vartmanpravah

Leave a Comment