April 30, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે પારડી તાલુકા પંચાયત તથા બાળ વિકાસ યોજના ની કચેરીનું લોકાર્પણ

રૂા. 2. 40 કરોડના ખર્ચે તાલુકા પંચાયત અને 32. 94 લાખના ખર્ચે બાળ વિકાસ કચેરી નું એક વર્ષના ટૂંકા ગાળામાં લોકાર્પણ થતાં લોકોમાં આનંદની લાગણી

રૂા.50 કરોડના ખર્ચે ધરમપુર, પારડી અને ઉમરગામ નગરપાલિકા વિસ્‍તારમાં અન્‍ડર ગ્રાઉન્‍ડ કેબલીંગ કરાતા આ વિસ્‍તારોમાં વીજળીના પ્રશ્નો રહેશે નહિં. કાંઠા વિસ્‍તારમાં પણ આ રીતનું આયોજન કરાઈ રહ્યું છે: મંત્રી કનુભાઈ દેસાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: રાજ્‍યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ પારડી તાલુકા પંચાયતના રૂા.2.40 કરોડના ખર્ચે અને સી.ડી.પી.ઓ.ના રૂા.32.94 લાખના ખર્ચે તૈયાર થયેલા મકાનનું વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, વલસાડના સાંસદ ર્ડો. કે. સી. પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ મીતલ પટેલ, કપરાડા અને વલસાડના ધારાસભ્‍યો સર્વશ્રી જીતુભાઈ ચૌધરી અને ભરતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં લોકાર્પણ કરી પારડી તાલુકાની પ્રજા માટે ખુલ્લુ મૂક્‍યુ હતું.
તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ જે રીતે ગુજરાતનો તમામ ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે તેનું રાજ્‍યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએઉદાહરણો સાથે સમજ આપતા જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં રોજગારી માટે વાયબ્રન્‍ટ ગુજરાત, ખેડૂતો માટે કળષિ મહોત્‍સવ, કોઇપણ સમાજના વિકાસ માટે બાળકો ભણીને સારો નાગરિક બને તે ધ્‍યાને લઈ બાળકોના ભવિષ્‍ય માટે શાળા પ્રવેશોત્‍સવ, મહિલાઓના વિકાસ માટે મહિલા સશક્‍તિકરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે તેજ રીતે તેમણે દેશનો તમામ ક્ષેત્રોમાં વિકાસ કરી રહ્યા છે. અને આજે દેશના વિશ્વમાં ગૌરવવંતુ સ્‍થાન મળી રહ્યું છે. આજની યુવાપેઢીને દેશને આઝાદી કઈ રીતે મળી તેની દેશના નાગરિકોને અનુભૂતિ થાય અને આઝાદીની લડતમાં શહીદ થયેલા શહીદોના સન્‍માનમાં હર ઘર ત્રિરંગાના માધ્‍યમથી દેશપ્રેમની ચેતના જગાવી છે.
મંત્રીશ્રીએ વલસાડ જિલ્લામાં ઝડપભેર થઈ રહેલા વિકાસના કામોનો સંપૂર્ણ યશ જિલ્લા વહીવટીતંત્રને જાય છે એમ જણાવ્‍યું હતું. વલસાડ જિલ્લાની ધરમપુર, પારડી અને ઉમરગામ નગરપાલિકા વિસ્‍તારમાં રૂા.50 કરોડના ખર્ચે અન્‍ડર ગ્રાઉન્‍ડ કેબલીંગ થઈ ગયુ છે જેના લીધે લાઈટના પ્રશ્નો રહેશે નહિં જેથી સાયકલોનમાં પણ તકલીફ થશે નહિં. આવી જ રીતે જિલ્લાના કાંઠા વિસ્‍તારોમાં પણ અન્‍ડર ગ્રાઉન્‍ડ કેબલીંગ માટે આયોજન થઈ રહ્યું છે એમ મંત્રીશ્રીએ આ તબક્કે જણાવ્‍યું હતું.
તાલુકા પંચાયતના લોકાર્પણ થયેલું આ મકાન 588ચો.મી.માં બનાવવામાં આવ્‍યું છે. આ મકાન ગ્રાઉન્‍ડ પ્‍લસ એક માળનું છે. જેમાં ગ્રાઉન્‍ડ ફલોર પર પ્રમુખની ચેમ્‍બર, ટી.ડી.ઓ.ની ચેમ્‍બર, જનસેવા કેન્‍દ્ર, એ.ટી.ડી.ઓ.ની ચેમ્‍બર, મહેસૂલ શાખા, કોમ્‍પ્‍યુટર રૂમ તેમજસ્ત્રી અને પુરૂષોના શૌચાલયનો સમાવેશ થાય છે. જ્‍યારે પ્રથમ માળે બાંધકામ શાખા, મિશન મંગલમ અને સ્‍વચ્‍છ ભારત મિશન શાખા, મનરેગા શાખા, રેકર્ડ રૂમ, કોન્‍ફરન્‍સ હોલ અનેસ્ત્રી અને પુરૂષ શૌચાલયનો સમાવેશ થાય છે. જ્‍યારે સી.ડી.પી.ઓ.ના મકાનમાં ગ્રાઉન્‍ડ ફલોર પર સી.ડી.પી.ઓ.ની ચેમ્‍બર, કોન્‍ફરન્‍સ હોલ, સ્‍ટોર રૂમ અનેસ્ત્રી તેમજ પુરૂષ શૌચાલયનો સમાવેશ થાય છે. જ્‍યારે પ્રથમ ફલોર પર મિટિંગ હોલનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં ગુજરાત રાજ્‍યનો આજે તમામ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે. ગતરોજ નાણાંમંત્રીશ્રીએ ગ્રાહકોની જાગૃત્તિ માટે મેરા બીલ મેરા અધિકારની યોજના લોન્‍ચ કરી દરેક નાગરિકોને તેમના હક્કો પ્રત્‍યે પ્રોત્‍સાહિત કર્યા છે.
આ પ્રસંગે કપરાડા અને વલસાડના ધારાસભ્‍યો સર્વશ્રી જીતુભાઈ ચૌધરી અને ભરતભાઈપટેલે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ પ્રાંસંગિક પ્રવચનમાં પારડી અને વાપી તાલુકા પંચાયતના મકાન અને જિલ્લા પંચાયત વલસાડના ભવન માટે જરૂરી મંજૂરી અને ઝડપી કાર્યવાહી માટે મંત્રીશ્રીનો આભાર માન્‍યો હતો.
આ કાર્યક્રમમાં પારડી તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડે સ્‍વાગત પ્રવચન અને આભારવિધિ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર અમિષ પટેલે કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, પારડી પ્રાંત ડી.જે. વસાવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અંકિત ગોહિલ, પારડી મામલતદાર આર. આર. ચૌધરી તેમજ પારડી તાલુકા પંચાયતના સી.ડી.પી.ઓ. હસુમતી દીવા અને તાલુકા પંચાયતના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Related posts

ઉદયમાન સૂર્યને અર્ઘ્‍ય આપવાની સાથે છઠ્ઠ મહાપર્વનું સમાપનઃ આસ્‍થાના ઓજસથી તરબોળ બનેલો દમણનો નમો પથ

vartmanpravah

ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા દમણના દેવકાને મળેલો ‘બેસ્‍ટ ટુરિઝમ વિલેજ’નો કાંસ્‍ય એવોર્ડઃ ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે દમદાર દમણનો વાગેલો ડંકો

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં ટીચર્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

કરજગામની પ્રજાએ જીપીસીબી કચેરીનો કરેલો ઘેરાવ

vartmanpravah

પારડીની પરિયા પીએચસીમાં મેડિકલ સાધનો અને સિવિલ વર્ક માટે રૂ.12.61 લાખના એમઓયુ કરાયા

vartmanpravah

કિલવણી નાકા નજીક બેગની દુકાનમા ચોરી : વેપારી એસોસિએશનના જનરલ સેક્રેટરીની દુકાનમાં ચોરોએ હાથ સાફ કર્યો

vartmanpravah

Leave a Comment