Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર માલનપાડામાં વિચિત્ર અકસ્‍માત સર્જાયો: પતિ સાથે રોડની સાઈડમાં ઉભેલી મહિલા ઉપર તોતિંગ પાણીની ટાંકી ટ્રક ઉપરથી પડતા કરુણ મોત

વાપીથી પતિ સાથે પત્‍ની ધરમપુર જવા નિકળેલ ત્‍યારે કરુણાંતિકા રસ્‍તામાં સર્જાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: જીંદગીનો કોઈ ભરોસો નથી તે પ્રતિત કરાવતી ઘટના આજે સોમવારે સવારે ધરમપુર માલનપાડામાં સર્જાઈ હતી. વાપીથી પતિ સાથે બાઈક ઉપર નિકળેલી મહિલાની બાઈક બગડતા પતિ-પત્‍ની રોડની સાઈડ ઉપર ઉભા હતા તે દરમિયાન બાજુમાંથી પસાર થતી ટ્રકમાં રાખેલી તોતિંગ પાણીની ટાંકીનું દોરડું છૂટી જતા ટાંકી મહિલા ઉપર પડી હતી. જેમાં મહિલાનું દબાઈ જતા ઘટના સ્‍થળે કરુણ મોત નિપજ્‍યું હતું.
ધરમપુર કાકડકુવા આંબલી ફળીયામાં રહેતા વિકાસ ધીરૂભાઈ ગાંવિત વાપી ડી માર્ટમાં સર્વિસ કરે છે. આજે સોમવારે સવારે પત્‍ની સાથે બાઈક નં.જીજે 15 બીએચ 5403 માં સવાર થઈ ધરમપુર તરફ જતા હતા. રસ્‍તામાં અચાનક બાઈક માલનપાડા હનુમાન મંદિર પાસે બાઈક બંધ થઈ જતા પતિ-પત્‍ની રોડની સાઈડમાં ઉભા હતા તે દરમિયાન અમદાવાદથી પુના તરફ જઈ રહેલી ટ્રક નં.બીપી 02 ઈએસ 2385માં 20 હજાર લીટરની પાણી ટાંકી ભરેલી હતી. જેનું દોરડું અચાનક તૂટી પડતા રોડની સાઈડમાં ઉભેલા પતિ-પત્‍ની ઉપર ટાંકી પડી હતી. પતિ વિકાસ ખસી ગયેલ પરંતુ પત્‍ની ઉપર ટાંકી પડતા દબાઈ જતા પત્‍નીનું ઘટના સ્‍થળે જ કરુણ મોત નિપજ્‍યું હતું. અકસ્‍માત બાદમહિલાને પીએમ માટે ખસેડાઈ હતી. પતિ વિકાસ ગાંવિતે ડ્રાઈવર વિરૂધ્‍ધ ધરમપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

સાવિત્રીબાઈ ફૂલે પૂણે વિશ્વ વિદ્યાલયમાં આયોજીત પ્રદર્શનમાં સંઘપ્રદેશના શિક્ષણ વિભાગે નિપૂણ ભારત-રમતાં રમતાં શીખો અભિયાન ઉપર લગાવેલું પ્રદર્શની બૂથ

vartmanpravah

કોઈપણ વ્‍યક્‍તિ બાળકનો ઉપયોગ ભીખ માંગવા માટે કરે તો દંડ સહિત સજાને પાત્ર થશે

vartmanpravah

સરીગામની મેક્‍લોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં ‘રાષ્‍ટ્રીય સુરક્ષા સપ્તાહ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનાની વોન્‍ટેડ મહિલા આરોપી સુરત પોલીસે ઝડપી લીધી

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે દમણ જિ.પં. અને ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખ પદે અનુ.જનજાતિના ઉમેદવારની પસંદગી કરવા પ્રદેશ ભાજપને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment