October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કોલેજમાં મહિલા પ્રાધ્‍યાપકની શારીરિક છેડતી કરનાર આચાર્ય સામે કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગનો આદેશ

એન.એચ. કોમર્સ કોલેજના પ્રિન્‍સિપાલ ગીરીશ રાણા વિરૂધ્‍ધ મહિલા પ્રોફેસરે ટ્રસ્‍ટીઓને ફરિયાદ કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ એન.એચ. કોમર્સ કોલેજમાં ફરજ બજાવતા મહિલા પ્રાધ્‍યાપકને છ મહિના પછી ન્‍યાય મળ્‍યો છે. કોલેજના પ્રિન્‍સિપાલે મહિલા પ્રાધ્‍યાપકની છેડતી અને શારીરિક રચના અંગે અસભ્‍ય વખાણ કર્યા હતા. આ મામલે પ્રાધ્‍યાપકે કોલેજ ટ્રસ્‍ટી મંડળને ફરિયાદ કરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ અહેવાલ રિપોર્ટ શિક્ષણ વિભાને સોંપવામાં આવ્‍યો હતો. શિક્ષણ વિભાગે પ્રિન્‍સિપાલ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્‍યો હતો.
વલસાડ સ્‍થિત એન.એચ. કોમર્સ કોલેજના પ્રિન્‍સિપાલ ગીરીશ રાણાએ છ મનિા પહેલા એમની કેબિનમાં મહિલા પ્રોફેસરની છેડતી તેમજ અસભ્‍ય વાણી વિલાસ કર્યો હતો. ઘટનાથી હેતબાઈ ગયેલી મહિલા પ્રોફેસરે ટ્રસ્‍ટી મંડળને લેખિત રજૂઆત પ્રિન્‍સિપાલ વિરૂધ્‍ધ કરી હતી. ટ્રસ્‍ટી મંડળે ગંભીરતાથી નોંધ લઈ ચાંપતી તપાસ કરીને ઘટના અંગે અહેવાલ શિક્ષણ વિભાગને સુપરત કર્યો હતો. શિક્ષણ વિભાગે પ્રિન્‍સિપાલ ગીરીશ રાણા સામે કાર્યવાહી કરવાનો આદેશઆપ્‍યો છે. ઘટનાને લઈ કોલેજ વર્તુળોમાં ચકચાર ઉઠી રહી છે. અંતે છ મહિના બાદ મહિલા પ્રોફેસરને ન્‍યાય મળ્‍યો હતો.

Related posts

આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના સાથે જોડાવા માટે એક મહિનો બાકી છે

vartmanpravah

સિલ્‍ધા ગામે એસસીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન થયુ હતુ

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સફળતાપૂર્વક યોજાયો દ્વિતીય સમૂહલગ્ન મહોત્‍સવ

vartmanpravah

સ્‍વ. ચુનીલાલ પોપટલાલ ગુટકા, સ્‍વ. રંજનબેન ચુનીલાલ ગુટકા અને કુમુદબેન હિતેશ ગુટકા તરફથી વિરારથી વાપીના 65 વર્ષથી વધુ વયના જૈન લોકો માટે નિઃશુલ્‍ક / નિસ્‍વાર્થ ભાવે મુંબઈથી લોનાવાલા એક દિવસીય યાત્રા પ્રવાસનું કરાયેલું આયોજન

vartmanpravah

પ્રમુખ દામજીભાઈ કુરાડાની અધ્‍યક્ષતામાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની મળેલી સામાન્‍ય સભા

vartmanpravah

vartmanpravah

Leave a Comment