January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ પોલીસ દ્વારા મોબાઈલ ચોરીના આરોપીને ચોવીસ કલાકમાં જ ઝડપી પાડયા

બે આરોપીની ધરપકડ કરાઈ, નવ મોબાઈલ રિક્‍વર કરાયા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
સેલવાસ પોલીસ દ્વારા મોબાઈલ ચોરીના બે આરોપીઓને 24 કલાકમાં જ ઝડપી પાડી તેઓ પાસેથી નવ મોબાઈલો પણ રીકવર કરવામા આવ્‍યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગત 28મી ડિસેમ્‍બરના રોજ ફરિયાદ આવી હતી કે 27મી ડિસેમ્‍બરના રોજ ફરિયાદી એના મિત્ર સાથે એની બાઈક પર સાયલી રોડ કિંગ રિસોર્ટ નજીકથી પસાર થઇ રહ્યા હતા. ત્‍યારે બે અજાણ્‍યા યુવાનો સ્‍કૂટી નંબર ડીડી-01-બી-5790 પર ઓવરટેક કરી અને અટકાવી ફરિયાદીનો મોબાઈલ અને દસ હજાર રૂપિયા લૂંટી લીધા હતા.
પોલીસે આઇપીસી 392,34 મુજબ ગુનો નોંધી વધુ તપાસ એસપી શ્રી હરેશ્વર સ્‍વામીના માર્ગદર્શનમાં એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ શ્રી મનોજભાઈ પટેલ, પીએસઆઇ શ્રી અનિલ ટી.કે પીએસઆઇ શ્રી સુરજ રાઉત અને એમની ટીમે બાઈક નંબરના આધારે અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરતા 29મી ડિસેમ્‍બરના રોજ ગુલાબ શાવજી ફરોડીયા (ઉ.વ.23) રહેવાસી વસોણા પારધીપાડા અને અજય રમન મંગત (ઉ.વ.18) રહેવાસી સાયલી ડુંગરપાડાની ધરપકડ કરી એમની પાસેથી હોન્‍ડા ડિયો અને ફરિયાદીનો વિવો મોબાઈલ સહિત કુલ નવ મોબાઈલ રિક્‍વર કરવામાં આવ્‍યા હતા. આ ઘટનાની વધુ તપાસસેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

નાના ખેડૂતોના કૃષિ ઉદ્યોગ સંઘ અને જિલ્લા ખેતીવાડી સંઘના સંયુક્‍ત ઉપક્રમે પારડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડીથી ગેરકાયદેસર દારૂ-બિયર ભરેલ ટેમ્‍પા સહિતનો રૂા.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

vartmanpravah

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.12 થી 13 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજે પી.એમ.જે.એ.વાય– મા કાર્ડ બનાવવા માટે મેગા ડ્રાઈવ યોજાશે

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના કડૈયા મંડળમાં બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં યોજાયેલી બેઠક

vartmanpravah

Leave a Comment