સાફલ્ય ગાથા: અક્ષય દેસાઇ
વલસાડ તા.૩૧: વલસાડના અબ્રામા રહેતા ચિરંજીલાલ સુરતારામ કુમાવત પોતે ફર્નિચરના વ્યવસાય કરે છે. ચિરંજીલાલ મૂળ રાજસ્થાનના જેસલમેર જિલ્લાના પોખરણ ગામના વતની છે. ફર્નિચરના વ્યવસાયના કારણે તેઓને બીજા રાજયમાં થોડા સમય માટે વસવાટ કરવો પડે છે. આવા સંજોગોમાં તેમના પરિવારને ખાવા માટેના રાશન એટલે કે અનાજની જરૂરિયાત રહે છે. આ રાશન તેમને તેમના રાજયથી બહાર દેશના અન્ય રાજયમાં જાય ત્યારે તેઓને આ અનાજ સરકાર માન્ય સંસ્થાની દુકાનમાંથી ન મળવાના કારણે ખાનગી દુકાનદારો પાસેથી મોંઘા ભાવેથી ખરીદવું પડે છે જેના લીધે તેમની આવકનો મોટાભાગનો ખર્ચ તેમના અનાજ ખરીદવામાં જતો હતો. આ ઉપરાંત આખા દેશના લોકો જયારે કોરોના સંક્રમણને લીધે લોકડાઉનના કારણસર તેમના રોજગારમાં અનિヘતિતા વચ્ચે ઘેરાયેલો રહેવાના કારણે લોકોની આવક પણ બંધ થવાના કગારે આવતાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાહત દરે અનાજ પૂરૂ પાડવામાં આવી રહયું છે. આ યોજનાની સાથોસાથ ધંધા- વ્યવસાય અર્થે પોતાના વતનથી અન્ય રાજયોમાં ગયેલા રહેવાસીઓ માટે ‘ વન નેશન વન રેશનકાર્ડ’ યોજનાનું પણ અમલીકરણ કરી ગરીબ કલ્યાણ માટેનો વિકાસ યજ્ઞ આરંભ્યો છે. અબ્રામાના ચિરજીંવીલાલ રાજસ્થાન રાજયના રહેવાસી હોવાના કારણે તેમના રાશનકાર્ડ ઉપર રાશન એટલે કે અનાજ મળતું ન હતું ત્યારે તેમના અબ્રામા ગામના શિક્ષત યુવાને વડાપ્રધાનશ્રીની ‘ વન નેશન વન રેશનકાર્ડ’ અંતર્ગત તેમના રેશનકાર્ડ ઉપર પણ વલસાડ ખાતેની સરકાર માન્ય રાહત દરની અનાજની દુકાનમાંથી પણ તેમને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અનાજ મળી શકશે એમ જણાવ્યું હતું અને આ માટે તેઓએ વલસાડની મામલતદાર કચેરીનો સંપર્ક કરવા જણાંવતા ચિરંજીવીલાલે વલસાડ મામલતદાર કચેરીનો સંપર્ક કરતાં તેમને વડાપ્રધાનશ્રીની ‘ વન નેશન વન રેશનકાર્ડ’ યોજનાનો લાભ લીધો. આ યોજના અંતર્ગત હવે તેમના રાજસ્થાનના જ રેશનકાર્ડ ઉપર જ રાશન મળતું થઇ જતાં તેમને ખાનગી દુકાનોમાંથી ઊંચા ભાવો આપીને અનાજ ન ખરીદવાના કારણે તેમની આવકનો ઘણો ખરો ભાગ હવે બચત થતાં તેમના પરિવારનું ગુજરાન તેઓ સારી રીતે કરી શકશે. ચિરંજીવીલાલને વન નેશન વન રેશનકાર્ડ યોજનાનો લાભ મળતાં વડાપ્રધાન અને રાજય સરકારનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાનશ્રીએ આવા ગરીબ વર્ગ કે જેઓ મહેનત કરીને તેમના પરિવારનું ગુજરાન કરે છે તેવા ગરીબ લોકો માટે વડાપ્રધાનશ્રીની ફલેગશીપ યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામિણ અને શહેરી), પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ અને શહેરી), જલજીવન મિશન અને અમૃત, પ્રધાનમંત્રી સ્વનિધી યોજના, વન નેશન વન રેશનકાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના, આયુષ્યમાન ભારત હેલ્થ અને વેલનેસ સેન્ટર અને પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના માધ્યમથી નબળા અને વંચિત ગરીબ વર્ગને અન્ય લોકોની હરોળમાં લાવીને તેમના વિકાસ માટેના દ્વાર ખુલ્લા કરી દીધા છે.