October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં મોટી દમણ કોસ્‍ટલ પોલીસ દ્વારા નવા કાયદાઓની જાણકારી માટે યોજાયો કાર્યક્રમ

દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. ચેતન પટેલે ભારતીય ન્‍યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમની આપેલી સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દેશમાં 1લી જુલાઈ, 2024થી અમલમાં આવેલ નવા ત્રણ કાયદાઓની જાણકારી માટે આજે મોટી દમણ પોલીસ સ્‍ટેશન દ્વારા દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. શ્રી ચેતન પટેલે ઉપયોગી માર્ગદર્શન આપ્‍યું હતું.
પ્રારંભમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ બ્રિટિશ કાળથી ચાલી રહેલ ઈન્‍ડિયન પીનલ કોડ(આઈપીસી)ની જગ્‍યાએ આજથી અમલમાં આવી રહેલ ભારતીય ન્‍યાય સંહિતાની બાબતમાં પ્રાથમિક જાણકારી આપી હતી અને મોટી દમણ કોસ્‍ટલ પોલીસ દ્વારા આયોજીત કાર્યક્રમનો હેતુ સમજાવ્‍યો હતો.
મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. શ્રી ચેતન પટેલે માહિતી આપતા જણાવ્‍યું હતું કે, બ્રિટિશ કાળથી ચાલી આવતા ત્રણ કાયદાઓ આઈ.પી.સી., સી.આર.પી.સી. અને ઈન્‍ડિયન એવીડન્‍સ એક્‍ટની જગ્‍યાએ ભારત સરકાર દ્વારા આજથી નવા ત્રણ કાયદાઓ ભારતીય ન્‍યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમનો અમલ શરૂ કરવામાં આવ્‍યો છે. બ્રિટિશ કાળ દરમિયાન તેમના કાયદાઓમાં દંડની પ્રાથમિકતા હતી. જ્‍યારે હવે લોકોને ન્‍યાય મળે તે માટે પ્રાધાન્‍ય આપવામાં આવ્‍યું છે.
પી.એસ.આઈ. શ્રી ચેતન પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે, સગીર સાથેના અપરાધમાં હવે લીંગનો ભેદ દૂર કરવામાં આવ્‍યો છે અને જો કોઈ સગીર કિશોર સાથે દુષ્‍કર્મ કરવામાં આવે તો તે કિશોરી સાથેના અપરાધ જેટલો જ ગંભીર ગુનો ગણવામાં આવ્‍યો છે. હવે સમયમર્યાદામાં ન્‍યાય મળે એવી પણ વ્‍યવસ્‍થા કરાઈ છે.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી મિલન પટેલ, સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, દમણવાડા સલાહકાર સમિતિના સભ્‍ય શ્રીમતીજોશીલાબેન બારી સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પંચાયતના સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલના નેતૃત્‍વમાં સ્‍ટાફે ભારે મહેનત કરી હતી.

Related posts

ચીખલી પોલીસે થાલામાંથી તીન પત્તીનો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

એસ.આઈ.એ.ની અર્ધવાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

ભારત સરકારની હોમ અફેર્સ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

દાનહઃ પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 બાદ પછી શું? સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

દમણ જિલ્લા કોળી સમાજના કાર્યવાહક પ્રમુખ તરીકે પ્રો.ડો. નાનુભાઈ પટેલની વરણીઃ ઠેર ઠેરથી આવકાર

vartmanpravah

ફિલ્‍મ ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ’ નિહાળીને બધાની આંખો ભીની થઈ

vartmanpravah

Leave a Comment