October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

‘રોબોએજ પ્રોગ્રામ’ અંતર્ગત યોજાનારી ‘‘રોબોટેક્‍સ આંતરરાષ્‍ટ્રીય ચેમ્‍પિયનશીપ-2024”માં સંઘપ્રદેશના 5 વિદ્યાર્થીઓ ભાગ લેશે

યુરોપિયન દેશ એસ્‍ટોનિયાની રાજધાની તાલિનમાં આગામી 6 અને 7મી ડિસેમ્‍બરે આંતરરાષ્‍ટ્રીય ચેમ્‍પિયનશીપ યોજાશે

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ચેમ્‍પિયનશીપમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓને ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરવા આપેલા આશીર્વાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : આગામી તા.6 અને 7 ડિસેમ્‍બર, 2024ના રોજ યુરોપિયન દેશ એસ્‍ટોનિયાની રાજધાની તાલિનમાં ‘રોબોએજ પ્રોગ્રામ’ અંતર્ગત ‘‘રોબોટેક્‍સ આંતરરાષ્‍ટ્રીય ચેમ્‍પિયનશીપ-2024”નું આયોજન થઈ રહ્યું છે. જેમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તરફથી ભાગ લેવા માટે પાંચ જેટલી સરકારી પ્રાથમિક શાળાના બાળકોની પ્રશાસન દ્વારા પસંદગી કરવામાં આવી છે. પસંદગી પામેલા બાળકોને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આશીર્વાદ આપ્‍યા હતા અને ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરીને પ્રદેશ તથા દેશનું નામ રોશન કરે એવી શુભકામના સાથે જરૂરી માર્ગદર્શન પણ આપ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ પ્રશાસને પાંચ જેટલી પ્રાથમિક શાળાના બાળકોની યુરોપના પ્રવાસ માટે પસંદગી કરી છે. જેમાં(1)કુ. પૂર્વી પટેલ – સીપીએસ સેલવાસ, (ગુજરાતી માધ્‍યમ) ધોરણ-5 (2)ચિ. શિવા યાદવ અને ચિ. હરેન્‍દ્ર ઠાકુર – CPS રખોલી, (અંગ્રેજી માધ્‍યમ) ધોરણ-8 (3)ચિ. હરપ્રસાદ સાંઈ – CPS રીંગણવાડા, દમણ, (અંગ્રેજી માધ્‍યમ) ધોરણ-7 (4)કુ. ડિમ્‍પલ પાટીલ – સીપીએસ સેલવાસ, (મરાઠી માધ્‍યમ)ધોરણ-7 અને (5)કુ. રિયા ચૌધરી – સીપીએસ દાદરા, (અંગ્રેજી માધ્‍યમ) સ્‍કૂલ, ધોરણ-7નો સમાવેશ થાય છે, જેઓ આગામી ડિસેમ્‍બર મહિનાની 6 અને 7મી તારીખે એસ્‍ટોનિયા દેશની રાજધાની તાલિનમાં ‘રોબોએજ પ્રોગ્રામ’ અંતર્ગત યોજાનારી ‘‘રોબોટેક્‍સ આંતરરાષ્‍ટ્રીય ચેમ્‍પિયનશીપ-2024”માં સંઘપ્રદેશનું નેતૃત્‍વ કરશે.
અત્રે યાદ રહે કે, Starlight Technologies Limited RoboEdge પ્રોગ્રામ માટે સ્‍પોન્‍સર છે, જે Robotex India NGO અને શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓમાં એપ્રિલ સમર કેમ્‍પથી શરૂ કરવામાં આવ્‍યો છે. રોબોટેક્‍સ ઇન્‍ડિયાની ટીમે રજાઓ દરમિયાન સમર કેમ્‍પ દ્વારા બાળકોને કોડિંગ અને AIની તાલીમ આપી હતી.
પૂણેમાં 10 અને 11 ઓગસ્‍ટના રોજ યોજાયેલી રોબોટેક્‍સ નેશનલ ચેમ્‍પિયનશિપ-2024માં દાદરા નગર હવેલીના 150 બાળકોએ ભાગ લીધો હતો, જેમાંથી આ 6 બાળકોની પસંદગી કરવામાં આવી છે.

Related posts

પ્રધાનમંત્રીની સૂચિત સેલવાસ-દમણ મુલાકાતના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળેલી બેઠક : પ્રધાનમંત્રીશ્રીના ઋણ સ્‍વીકાર માટે થનગની રહેલો સંઘપ્રદેશ

vartmanpravah

સંઘપ્રદેશના બહુમતિ આદિવાસી જિલ્લા દાનહમાં જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોએ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની કરાયેલી પસંદગીને આવકારી

vartmanpravah

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍વાસ્‍થ્‍ય તપાસ શિબિર યોજાઈ : 250 દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

ભીલાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત તિરંગા યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

ચીખલી તાલુકાના વિવિધ ગામોમાંથી જીયો કંપનીના મોબાઈલ ટાવરો પરથી કેબલો ચોરાયા

vartmanpravah

ગણદેવી-176 વિધાનસભાની બેઠક માટે ભાજપ-6, કોંગ્રેસ-3 અને આપ-2 મળી 3 દિવસમાં 11 ઉમેદવારી પત્રકો લઈ જવાયા

vartmanpravah

Leave a Comment