Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના વિદ્યાર્થીઓએ ઈન્‍ટર કોલેજ રેસલિંગ ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ અને સિલ્‍વર મેડલ પ્રાપ્ત કરી ઉંચાઈના શિખરો સર કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ-વાપીમાં તારીખ 26/08/2022 ના રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઈન્‍ટર કોલેજ રેસલીંગ ચેમ્‍પિયનશિપ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધાનું સફળ આયોજન સંસ્‍થાના કેમ્‍પસ એકેડમીક ડાયરેક્‍ટર ડૉ. શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેના નિરીક્ષણ અને સહયોગથી કરવામાં આવ્‍યું હતું. સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રીમતી જયશ્રીબેન બાબુભાઈ સોડવડીયા અને શ્રી સ્‍વામિનારાયણ ઈંગ્‍લીશ મિડીયમ સ્‍કુલ (સી.બી.એસ.ઈ.) વિભાગના આચાર્ય શ્રીમતી મીનલ દેસાઈ દ્વારા આ સ્‍પર્ધાનો આરંભ કરવામાં આવ્‍યો હતો. કાર્યક્રમનું સૂત્ર સંચાલન શ્રીમતી જ્‍યોતિ યુ. પંડ્‍યા દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની 15 કોલેજના વિદ્યાર્થીઓએ જુદી-જુદી વેઈટ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજનાવિદ્યાર્થીઓએ ગોલ્‍ડ મેડલ અને સિલ્‍વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. જેમાં ગોલ્‍ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓમાં ભૂમિ ચૌધરી, ઊર્મિ રોહિત, ખુશી ઠાકુર, કાજલ શાહ, જલજ ભટ્ટ, રિચા યાદવ, હેમાલી રોહિત, સ્‍મિત છાજેડ અને સિલ્‍વર મેડલ મેળવનાર વિદ્યાર્થીઓમાં અનિતા વૈષ્‍ણવ, અશ્વિની કનોજીયા, જયદીપ સૂર્યવંશી, દાનિશ સોદાગર અને તેજ પટેલ વિજેતા બન્‍યા હતા. આ વિજેતા વિદ્યાર્થીઓએ કોલેજ અને સંસ્‍થાના નામમાં વધારો કર્યો છે જે કોલેજ અને સંસ્‍થા માટે ગૌરવવંતી બાબત છે.
આ સ્‍પર્ધાનું સમગ્ર માર્ગદર્શન ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સ્‍પોર્ટ્‍સ ડાયરેક્‍ટર ડો.આકાશ ગોહિલ સર દ્વારા આપવામાં આવ્‍યું હતું. જેને ધ્‍યાનમાં રાખીને શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના ફીઝીકલ ઈન્‍સ્‍ટ્રકટર શ્રી પ્રિયંક પટેલે રમતને ખૂબ જ સારી રીતે પાર પાડી હતી. હવે આ વિજેતા થયેલ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્‍વ કરશે.
આ આયોજન બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી.હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

ચીખલીના વંકાલ ગામે તળાવમાં પાણી સુકાતા આગેવાનો દ્વારા તળાવમાં પાણી છોડવા અંબિકા વિભાગને આવેદનપત્ર અપાયું

vartmanpravah

વાપી બગવાડા ટોલ ચેકપોસ્‍ટ ઉપર થયેલા ટોલ વધારા મામલે કેન્‍દ્રીય પરિવહન મંત્રીને રજૂઆત કરાઈ

vartmanpravah

ચીખલીના ઘેકટીમાં જીઆઈડીસી વિસ્‍તારમાંથી છોડાતા કેમિકલવાળા ગંદા પાણીથી ખેતીવાડી અને જીવ સૃષ્‍ટિ માટે ખતરો!

vartmanpravah

સેલવાસનો યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું દમણ એરપોર્ટ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

દાનહઃ ફલાંડી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવ સંપન્ન

vartmanpravah

Leave a Comment