January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં એક લાખ કરતા વધુ સભ્‍યો નોંધવા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક વિનોદ તાવડેએ આપેલો લક્ષ્યાંક

સેલવાસના અટલ ભવન અને આગ્રીવાડ ખાતે ભાજપના સદસ્‍યતા અભિયાનનોયોજાયેલો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય મહામંત્રી અને ભાજપના સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક શ્રી વિનોદ તાવડેએ આજે સંઘપ્રદેશ પ્રવાસના બીજા ચરણમાં બપોરે સેલવાસના અટલ ભવન અને સેલવાસ ન.પા.ના વોર્ડ નંબર 15ના આગ્રીવાડમાં સદસ્‍યતા અભિયાનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપ્‍યું હતું.
ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક શ્રી વિનોદ તાવડેએ દાદરા નગર હવેલી – સેલવાસ સાથેના જૂના સંસ્‍મરણો વાગોળતા વિશ્વાસ સાથે એક લાખ સભ્‍યો નોંધવા આહ્‌વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે દાદરા નગર હવેલી ભાજપના કાર્યકર્તાઓને સફળ સભ્‍ય નોંધણી બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ સહિત પદાધિકારીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કાકડમટી પ્રા.શાળાના શિક્ષક દિગ્‍વિજયસિંહ ઠાકોરના પ્રયત્‍નથી ઉર્વશી ફાઉન્‍ડેશન દ્વારા બાળકોને સ્‍કૂલ કિટનું વિતરણ કરાયું

vartmanpravah

આજે વાપી હાઈવે જલારામ બાપા મંદિરનો 21મો પાટોત્‍સવ ઉજવાશે

vartmanpravah

દાનહ ક્રાઇમ બ્રાન્‍ચે ચાર ચોરીના કેસમાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

ચીખલીમાં ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી આરોગ્‍ય વિભાગના ફાર્મસીસ્‍ટના વર્ષો જુના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી

vartmanpravah

સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ. કમલાશંકર રાયની 19 મી પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

સેલવાસનાક્રિષ્‍ના હાઈટ્‍સ બિલ્‍ડિંગના નવમા માળેથી યુવતીએ છલાંગ લગાવી: ઘટના સ્થળે જ મોત

vartmanpravah

Leave a Comment