October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્‍ય સભામાં ધારાસભ્‍ય પાટકરની સરમુખત્‍યારશાહી નીતિથી ભાજપના સભ્‍યોની હાલત દયનીય

તાલુકામાં થયેલો વ્‍યાપક ભ્રષ્ટાચારને ચર્ચાના કેન્‍દ્રસ્‍થાને આવતા રોકવા માટે ધારાસભ્‍ય રમણભાઈ પાટકરે સભામાં ઉપસ્‍થિત સભ્‍યોને રજૂઆતની તક ન મળે એ રીતે માઈક પકડી લઈ સંચાલન કરી સભાને પૂર્ણ કરતા સભ્‍યોમાં ભારે નારાજગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લલીતાબેન દુમાડાના અધ્‍યક્ષતા હેઠળ આજરોજ મળેલી સામાન્‍ય સભા ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે નિરાશાજનક સાબિત થવા પામી ભાજપ શાસિત ઉમરગામ તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષની હાજરી નહીવત છે તેમ છતાં પણ ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના મત વિસ્‍તારને સ્‍પર્શતી સમસ્‍યાને ન્‍યાય અપાવી શકતા નથી. તાલુકામાં સરકારી ગ્રાન્‍ટનો દુરુપયોગ અને ભ્રષ્ટાચાર થયેલો છે. જેમની સામે તપાસ હાથ ધરી દોષીતો સામે રાજ્‍યની ભુપેન્‍દ્ર પટેલની સરકાર ચોક્કસ પગલાં ભરશે એવી પ્રજામાં વિશ્વાસની લાગણી છેકારણ કે ઉમરગામ તાલુકાની પ્રજા આજે પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીને કેન્‍દ્રસ્‍થાને રાખીને મતદાન કરતી હોય છે. થોડા દિવસ પહેલા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લલીતાબેન દુમાડા અને કારોબારી અધ્‍યક્ષ શ્રી મહેશભાઈ આહીર અને ઉપપ્રમુખ શ્રી વિલાસભાઈ ઠાકરીયાએ નજીકના ભૂતકાળમાં થયેલા ભ્રષ્ટાચારને સરેઆમ ખુલ્લો પાડી ભાજપ સરકારનું ધ્‍યાન દોરવાનું પુણ્‍યનું કામ કર્યું હતું. જેથી આજરોજ મળનારી સભામાં ભ્રષ્ટાચારનો મુદ્દો કેન્‍દ્રસ્‍થાને રહેશે એવું આંકલન કરવામાં આવી રહ્યું હતું. પરંતુ તાલુકા પંચાયતના સભ્‍યોની મુરાદ મનમાં જ રહી જવા પામી હતી.
આજની સભામાં આરઓ પ્‍લાન્‍ટ તેમજ આંગણવાડી સહિતના  કામમાં થયેલા ભ્રષ્ટાચારને ઢાંકપિછાડો કરવામાં સફળતા મળ્‍યા બાદ એજન્‍ડા મુજબ સામાન્‍ય સભાની કામગીરી આગળ વધારતા ગત સભાને બહાલી આપવામાં આવી હતી તેમજ 15માં નાણાંપંચ તાલુકા કક્ષાનુ સને 2023-24 મંજૂર થયેલા કામોના બીજા હપ્તાની ગ્રાન્‍ટમાંથી કામોની પ્રાથમિકતા નક્કી કરવામાં  હતી. આ ઉપરાંત સ્‍ટેમ્‍પ ડ્‍યુટી ગ્રાન્‍ટનાં આયોજનને બહાલી આપવામાં આવી હતી. સ્‍ટેમ્‍પ ડ્‍યુટી ગ્રાન્‍ટ અને 15માં નાણાપંચના કામોની કરવામાં આવેલી ફેરબદલીને પણ બહાલી આપી કામો આગળ વધવાનું નક્કી કર્યું હતું. ગ્રામ પંચાયતો દ્વારાહાટ બજારની ઉઘરાણીના નાણા યોગ્‍ય રીતે ઉપયોગ કરતા નહીં હોવાનો ધારાસભ્‍ય શ્રી રમણભાઈએ આરોપ મૂકી આ નાણા તાલુકા પંચાયતના સ્‍વભંડોળમાં જમા કરાવવા સૂચન કર્યું હતું. આ મુદ્દે માંડા પંચાયતને કેન્‍દ્રસ્‍થાને રાખી હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. આજની સભાનું સંચાલન તાલુકા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પઢિયાર દ્વારા કરવામાં આવ્‍યું હતું.
—-

Related posts

શરાબ શોખીનો માટે ખેમાણી ગ્રુપે લોન્‍ચ કરી નવીનતમ પ્રિમિયમ વ્‍હિસ્‍કી ‘રોયલ રિસ્‍પેક્‍ટ’

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપા દૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોથી દાનહની નમો મેડિકલ કોલેજ માટે 331 કાયમી પોસ્‍ટો માટેનાણાં મંત્રાલયની મળેલી મંજૂરી : હવે પ્રદેશને મળશે પૂર્ણ સમયના નિષ્‍ણાંત ડોક્‍ટરોની સેવા

vartmanpravah

પારડી સનરાઈઝ સ્‍કૂલના રસ્‍તા ઉપર ફરી વળ્‍યા ઘૂંટણ સમા પાણી

vartmanpravah

આઇપીએસ અધિકારી મનોજ કુમાર લાલનીપુડુચેરીના ડીજીપી તરીકે નિમણૂક

vartmanpravah

મોટી દમણ લાઈટ હાઉસ નજીક દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ લહેરાવેલો તિરંગો

vartmanpravah

વાપી સલવાવ હાઈવે બ્રિજ પાસેથી રૂા.5.80 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

Leave a Comment