February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

2024ની લોકસભા ચૂંટણી માટે ‘ઓલ્‍ડ ઈઝ ગોલ્‍ડ’ ભાજપની ટિકિટ માટે ગોપાલદાદા પ્રબળ દાવેદાર

  • રાજકીય અને સામાજિક સેવાના ક્ષેત્રે છેલ્લા 40 કરતા વધુ વર્ષોથી સક્રિય રહેલા ગોપાલદાદાને દમણ-દીવ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બનાવવા પ્રગટ થઈ રહેલો લોકમત

  • ગોપાલ દાદાના સાંસદ કાળ દરમિયાન જ દેવકા અને જમ્‍પોર બીચ તથા મીરાસોલ લેક ગાર્ડન અને કચીગામ ગાર્ડનનો થયેલો જન્‍મઃ યુવાનોને સ્‍વનિર્ભર બનવવાના શરૂ કરેલા પ્રયાસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : દમણ-દીવમાં 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્‍ડ વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલને ટિકિટ નહીં આપે તો આ બેઠકમાં પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)ને આપવી જોઈએ એવો મોટો જનમત પ્રગટ થઈ રહ્યો છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા) રાજકીય રીતે છેલ્લા 40 વર્ષથી સક્રિય છે. આજે પણ શ્રી ગોપાલ દાદાનો દમણ-દીવમાં ખુબ જ મોટો ચાહક વર્ગ છે. શ્રી ગોપાલ દાદાએ પ્રદેશના પ્રથમ સાંસદ તરીકે 1987થી 1989 અને 1996થી 1998 સુધી પોતાને મળેલા ઓછા સમયમાં પણ દમણ-દીવ ખાતે અનેક વિકાસના કામો કરાવવા તેઓ સફળ રહ્યા હતા. શ્રી ગોપાલ દાદાના સાંસદ કાળ દરમિયાન જ દેવકા અને જમ્‍પોર બીચ તથા મીરાસોલ લેક ગાર્ડન અને કચીગામ ગાર્ડનનો જન્‍મ થયો હતો. તેમણે યુવાનોને સ્‍વનિર્ભર બની શકે એ માટે પણ પ્રયાસો કર્યા હતા. આજે પણ શ્રી ગોપાલ દાદા યુવાનોમાં પણ લોકપ્રિય રહ્યા છે. તેથી આગામી ચૂંટણીમાં શ્રી ગોપાલ દાદાને ભાજપની ટિકિટ મળે એવી તેમના વિશાળ ચાહકો અને શુભેચ્‍છકો પણ ઈચ્‍છા રાખી રહ્યા છે.
શ્રી ગોપાલ દાદાએ પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પણ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી હતી. તેમણે ક્‍યારેય પણ ઉદ્યોગો પાસે હાથ લાંબો કર્યો નથી. તેઓએ પ્રશાસન સાથે કદમથી કદમ મેળવી ભાજપના જનાધારને વધારવા પ્રયાસ કર્યો હતો. જેના ફળસ્‍વરૂપ 2019માં લોકસભાની બેઠક ભાજપ જીતવા ભાગ્‍યશાળી રહ્યું હતું અને તેમના પ્રમુખ પદ દરમિયાન જ દમણ-દીવ જિલ્લા પંચાયત અને દમણ નગરપાલિકામાં ભાજપનું કમળ સોળે કળાએખિલ્‍યું હતું.

Related posts

દાનહ લોકસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં તંત્ર સક્રિયઃ અત્‍યાર સુધી રૂા.46 લાખ રોકડા અને રૂા.9 લાખનો જપ્ત કરાયેલો દારૂ

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસીય સંઘપ્રદેશ દાનહ અને દમણની મુલાકાતે

vartmanpravah

દાનહના મહારાષ્ટ્ર જન સેવા સંગઠન દ્વારા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

અખિલ ભારતીય ટ્રાન્‍સપોર્ટ એસો. આજે બગવાડા ટોલપ્‍લાઝા ઉપર ચક્કાજામ કરશે

vartmanpravah

દાનહના નવનિયુક્‍ત કલેક્‍ટર પ્રિયાંક કિશોરે વિવિધ વિકાસ કાર્યોની લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડ તડકેશ્વર પાર્ટી પ્‍લોટના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : મંડપ ડેકોરેશનનો સામાન ખાખ

vartmanpravah

Leave a Comment