Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શૈક્ષિક મહાસંઘ વલસાડનો શિક્ષકોના હિતમાં વધુ એક નિર્ણય: પારડી તાલુકામાં શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોની વરણી થઈ

સમગ્ર શિક્ષક સમાજમાં આનંદની લાગણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ જિલ્લામાં શૈક્ષિક મહાસંઘની રચના થઈ તેની સાથે જ કપરાડા તાલુકા શૈક્ષિક મહાસંઘની રચના થઈ હતી ત્‍યાર બાદ શૈક્ષિક મહાસંઘની પારદર્શક વહીવટ અને શિક્ષક હિતની રજૂઆત તેના સફળ પરિણામ જોતા શિક્ષકો સામેથી જોડાતા ગયા એટલે વાપી તાલુકા શૈક્ષિક મહાસંઘ, ઉમરગામ તાલુકા શૈક્ષિક મહાસંઘ, વલસાડ તાલુકા શૈક્ષિક મહાસંઘ, ધરમપુર તાલુકા શૈક્ષિક મહાસંઘ અને છેલ્લે પારડી તાલુકા શૈક્ષિક મહાસંઘની રચના થઈ.
પારડી તાલુકામાં અધ્‍યક્ષ તરીકે કેશવભાઈ રોહિત, ગોયમા કેન્‍દ્ર પ્રાથમિક શાળા, મહામંત્રી તરીકે ગીતાબેન પટેલ, ખૂંટેજ પ્રાથમિક શાળાની વરણી કરવામાં આવી હતી. શિક્ષકોમાં આવેલ જાગૃતિ, શૈક્ષિકમહાસંઘમાં વધેલા વિશ્વાસ, ભ્રષ્ટાચાર મુક્‍ત વહીવટ લીધે માત્ર ત્રણ જ વર્ષમાં જિલ્લાનાં સમગ્ર છ તાલુકાઓમાં શૈક્ષિક મહાસંઘની રચના કરવામાં આવી છે.

Related posts

ચીખલીના રાનવેરીકલ્લા ગામે બે પુત્રીઓએ પિતાના પાર્થિવદેહને આપેલો અગ્નિદાહ

vartmanpravah

ખડકી પેટ્રોલપંપ પર છૂટા માંગવા આવી ડ્રોઅરમાં રાખેલ 25 હજાર લઈને પલાયન

vartmanpravah

ચીખલીના વંકાલમાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં નુકસાની અંગે ખેડૂતોની રજૂઆતો બાદ કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ

vartmanpravah

લક્ષદ્વીપ બદલી થતાં દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ 18મી જુલાઈથી રિલીવ થશે

vartmanpravah

સુખલાવમાં બહેને ભાઈને ફોન કરી ઝેરી દવા ગટગટાવી

vartmanpravah

વાપી હરિયા પાર્ક શોપમાંથી સ્‍નેચિંગ કરાયેલ 1.32 લાખના 36 મોબાઈલ મળ્‍યા

vartmanpravah

Leave a Comment