October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ શહેર અને તાલુકા ભાજપ દ્વારા સાંસદ ધવલ પટેલનું કરાયું સન્‍માન

વલસાડ જિલ્લાના પ્રશ્નો ઉકેલવા સાંસદની ખાતરી :
પાંચ વર્ષ જનતાને સમર્પિત કરવાનું વચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડ તાલુકા અને શહેર ભાજપ દ્વારા આજરોજ વલસાડ ખાતે કોળી પટેલ સમાજની વાડીમાં વલસાડ ડાંગના નવ નિર્વાચીત સાંસદ ધવલ પટેલનું અભિવાદન કરવાનો કાર્યક્રમ જિલ્લા ભાજપના પ્રમુખ હેમંત કંસારાના અધ્‍યક્ષ પદે યોજાયો હતો. જેમાં વલસાડ તાલુકા અનેશહેર ભાજપ તરફથી સાંસદ ધવલભાઈ પટેલનું ઉષ્‍મા ભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
વલસાડ-ડાંગ જિલ્લાના સાંસદ ધવલભાઈ પટેલને સન્‍માનિત કરતા વલસાડ ભાજપના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, ગત લોકસભાની ચૂંટણીમાં વલસાડ વિધાનસભા મતવિસ્‍તારના મતદારોએ ભાજપના ઉમેદવારને જિલ્લામાં સૌથી વધુ 106999 મતની જંગી લીડ આપી વિજય બનાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવી છે. એનો યશ વલસાડ વિભાગના ભાજપના કાર્યકરોની તનતોડ મહેનત, ગુજરાત અને કેન્‍દ્રની ભાજપની સરકારે કેટલા વિકાસના કામો અને મતદારોએ કેટલાક ઉમળકાભેર મતદાનને જાય છે. તેમણે કહ્યું કે વલસાડ વિધાનસભાના મતદારોએ કોંગ્રેસને જાકારો આપ્‍યો છે. આ પ્રસંગે જે મતદાન મથકોમાં ભાજપ ને 95 ટકા થી વધુ મતો મળ્‍યા હતા એ મતદાન મથકોના કાર્યકરોનું જિલ્લા ભાજપના પ્રમુખ અને સાંસદના હસ્‍તે સન્‍માન કરાયું હતું.
આ પ્રસંગે નવનિર્વાચીત સાંસદ ધવલ પટેલે સન્‍માનનો પ્રતિભાવ આપતા જણાવ્‍યું હતું કે, વલસાડ લોકસભાની બેઠક જે પક્ષનો ઉમેદવાર જીતે તેની સરકાર કેન્‍દ્રમાં બને છે. એ હકીકત વધુ એક વાર પુરવાર થઈ છે. ભાજપની જીતમાં વલસાડ વિધાનસભા મતવિસ્‍તારના મતદારોએ આપેલી 106999 મહત્‍વની સાબિત થઈ છે. તેમણે વલસાડના ધારાસભ્‍ય અને જિલ્લાના સંગઠનનાહોદ્દેદારો, કાર્યકરો અને રાજ્‍યના નાણામંત્રી કનુભાઈ દેસાઈનું મજબૂત નેતૃત્‍વ અને કાર્યકરોની ભારે મહેનતને યશ આપતા જણાવ્‍યું હતું કે, ચૂંટણી સમયે અઢી મહિના આપ સૌએ ભારે પરિશ્રમ કરીને ભાજપને જીત અપાવી છે ત્‍યારે હવે પછીના પાંચ વર્ષ મતદારોની આશા આકાંક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારી મારી છે.
તેમણે કહ્યું કે, વલસાડ જિલ્લાના અનેક પ્રશ્નો રાજ્‍ય અને કેન્‍દ્ર લેવલના છે. રેલવેના પ્રશ્નો પ્રવાસન વિભાગ, રસ્‍તા અને પુલોની સમસ્‍યા, જિલ્લાના દરિયાકાંઠાના ધોવાણના પ્રશ્નો હલ કરવા માટે તેઓ જિલ્લાના ધારાસભ્‍ય સંગઠનના હોદ્દેદારો સાથે સંકલન કરીને ઉકેલવા માટે બનતું તમામ કરી છૂટશે. આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ હેમંત કંસારાએ પ્રાસંગિક ઉદબોધન કરી જિલ્લાના મતદારો અને કાર્યકરોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત વલસાડના પ્રમુખ મનહરભાઈ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રીઓ શિલ્‍પેશ દેસાઈ, કમલેશ પટેલ, ભાજપના આગેવાનો હર્ષદ કટારીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બ્રિજનાબેન પટેલ, તાલુકા પંચાયત વલસાડના પ્રમુખ બીનાબેન, વલસાડ શહેર તાલુકા ભાજપના હોદ્દેદારો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્‍યો, સરપંચો અને કાર્ય કરો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનુંસંચાલન વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળના ઉપપ્રમુખ શશીભાઈ પટેલે કર્યું હતું. સ્‍વાગત પ્રવચન તેજસભાઈ પટેલે કર્યું હતું. ધારાસભ્‍ય ભરતભાઈ પટેલે સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

ચીખલીના વંકાલ મોખામાં યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં માધવ ઈલેવન ચેમ્‍પિયન અને રનર્સઅપ તરીકે યશ્ચિ ઈલેવન આવતા બંને ટીમોને ટ્રોફી એનાયત કરાઈ

vartmanpravah

ખેરગામમાં ડ્રેનેજના અભાવે એક એપાર્ટ. પડું પડું બીજું નવું પણ ખાલી ખાલી

vartmanpravah

નવસારી પુરવઠા અધિકારી રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

આજે સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજનો દમણ ખાતે ઍક દિવસીય સમસ્યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્સવ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

લોકોના પ્રશ્નોનું સ્‍થળ ઉપર જ નિરાકરણનો રાજ્‍ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્‍વાગત’

vartmanpravah

ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા પરિવારજનોને રૂા.20 લાખની સહાય અપાઈ

vartmanpravah

Leave a Comment