January 16, 2026
Vartman Pravah
ગુજરાતનવસારી

મધ્‍યપ્રદેશના રાજયપાલશ્રીએ કુંકણા સમાજના સુખી ભવનની મુલાકાત લીધી : કુંકણા સમાજના બાળકોના શિક્ષણ માટે ધનરાશિ આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

નવસારી,તા.26: મધ્‍યપ્રદેશના રાજયપાલ તરીકે હોદ્‌ો સંભાળ્‍યા બાદ શ્રી મંગુભાઇ પટેલ પહેલી વખત નવસારી આવતા નવસારીવાસીઓએ તેઓનું ઉમળકાભેર સ્‍વાગત કર્ર્યુ હતું. નવસારી ખાતેના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તેઓએ નવસારી કાલિયાવાડી ખાતે આવેલી કુંકણા સમાજના સુખી ભવન ખાતે ખાસ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે સુખીભવન રાજયપાલશ્રીના માતૃશ્રીની યાદમાં બનાવેલ છે.

કુંકણા સમાજના બાળકોને શૈક્ષણિક હેતુ માટે રાજ્‍યપાલશ્રીએ રૂા.51,000/- ધનરાશિ આપી હતી. આ ધનરાશિ આદિવાસી કુંકણા સમાજના બાળકોને ખૂબ જ ઉપયોગી બનશે. તેમની આ મુલાકાત દરમિયાન કુંકણા જ્ઞાતિ પંચના પ્રમુખ શ્રી ઇશ્વરભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઇ દેશમુખ, ભૂમિકાબેન કુન્‍બી, રવજીભાઇ ઉપસ્‍થિત રહી મહામહિમ રાજયપાલશ્રીનું શાલ ઓઢાડી સન્‍માનિત કરાયા હતાં. કુંકણા સમાજના મોભીને રાજયપાલશ્રી તરીકે નિયુકત થતા હર્ષની લાગણી ફેલાઇ છે.

Related posts

વાપીમાં ઈ-મિત્ર મની ટ્રાન્‍સફર ઓફીસમાં ધોળે દિવસે 30 હજારની લૂંટની ઘટના ઘટી

vartmanpravah

કલસરમાં સાથે કામ કરતી મહિલા સાથે કેમ વાત કરે છે કહી યુવકને માર મરાયો

vartmanpravah

થર્ટી ફર્સ્ટનો નશો કરેલા 1322નો નશો વલસાડ જિલ્લા પોલીસે ઉતારી દીધો : આજે જામીન ઉપર છૂટશે

vartmanpravah

ખડકી હાઈવે પર એકસાથે ચાર વાહનો ભટકાયા : ચારેય વાહન સવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

વલસાડ જિલ્લાના દરિયાઈ વિસ્‍તારમાં સૌરાષ્‍ટ્રના માછીમારો કબજો જમાવી દેવાતા માછીમારોએ આપેલું આવેદન

vartmanpravah

અરનાલા સ્‍મશાન ગૃહમાં સગડીનુ લોકાર્પણ

vartmanpravah

Leave a Comment