June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શનિવારે વાપીમાં એક સાથે 8 ઈંચ વરસાદ ખાબકતા રેલવે અંડરપાસ પાણીમાં ડૂબી ગયો : અવર જવર થંભી ગયો

શુક્ર-શનિવારે પડેલા લગાતાર વરસાદે વાપી શહેરને બરાબર ઘમરોળી દીધુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી વિસ્‍તારમાં શુક્રવારે રાતે અને શનિવારે લગાતાર આઠ ઈંચ વરસાદ ખાબકતા શહેરના ખસ્‍તાહાલ વરસાદે કરી દીધા હતા. વાપી માટે અવરજવરની હાર્ટલાઈન ગણાતો રેલવે અંડરપાસ વધુ વરસાદથી ડૂબી જતા અવરજવર થંભી ગયો હતો. પાલિકાની જહેમત બાદ છ, સાત, કલાક બાદ માંડ માંડ અવર જવર પાછળથી શરૂ થતા વાહન ચાલકોએ રાહતનો દમ લીધો હતો.
વાપીમાં શુક્રવારે રાતે બેસુમાર વરસાદે રફતાર પકડી હતી જે શનિવારે પણ લગાતાર ચાલુ રહેતા શહેરના નિચાણવાળા વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા હતા. ગાંધી રોડની કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. નોનસ્‍ટોપ પડી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ ચૂક્‍યું છે. અતિ વરસાદમાં ક્‍યાંક ખાડામાં બાઈક સવાર પણ પકડાયા જેવા બનાવો વરસાદે સર્જયા છે. શનિ-રવિ હોવાથી લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા.

Related posts

…અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના સામર્થ્‍ય અને દૂરંદેશીથી પ્રદેશની કાયાપલટનો આરંભ કર્યો

vartmanpravah

દાદરા ખાતે રાજસ્‍થાન સેવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીના સૌથી જુના આર્કિટેક, એન્‍જિનિયર કન્‍સલટન્‍ટ નગીનભાઈ પટેલના અવસાનને લઈ શોકનો માહોલ

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં એક દિવસીય નવા રજીસ્‍ટ્રેશન અને લાયસન્‍સ રીન્‍યુઅલનો મેગા કેમ્‍પ યોજાયો

vartmanpravah

દેશભરમાં વિજળીના ખાનગીકરણ સામે તેજ થઈ રહેલો અવાજ : 27 લાખ વીજ કર્મીઓ-એન્‍જિનિયરો 23-24મીફેબ્રુ.એ હડતાલમાં જોડાશે

vartmanpravah

વાપી નગરપાલિકા ચૂંટણીમાં 15602 નવા નોંધાયેલા યુવા મતદારો નિર્ણાયક સાબિત થશે

vartmanpravah

Leave a Comment