December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અંબાચ ગામે એક્‍સપાયરી ડેટના ખાદ્ય પદાર્થો ઝડપાયા

ગ્રામજનો અને સરપંચ દ્વારા દુકાનોમાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઈ

રામદેવ કીરાણા સ્‍ટોર્સમાં જાગૃત ગ્રાહકે એક્‍સપાયરી ડેટના બિસ્‍કીટ ખરીદતા વેપારીઓનો ભાંડો ફૂટયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપી નજીક આવેલ અંબાચ ગામે વેપારીઓ એક્‍સપાયરી ડેટનો સામાન વેચાણ કરતા હોવાનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી. ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનોએ દુકાનોમાં ચેકીંગ કાર્યવાહી કરી એક્‍સપાયરી ડેટની ખાદ્ય ચિજો એકત્ર કરીને પંચાયતમાં વેપારીઓ સાથે તાકીદેની મિટીંગ બોલાવી કાયદેસરની કાર્યવાહી કરવાની સરપંચે એ વેપારીઓને ચિમકી આપી હતી.
વાપી નજીક આવેલા અંબાચ ગામે કાર્યરત રામદેવ કિરાણા સ્‍ટોર્સમાં એક જાગૃત નાગરિક બિસ્‍કિટ ખરીદ્યા હતા. તેને તપાસ કરી તો બિસ્‍કિટ એક્‍સપાયરી ડેટના હતા તેથી સરપંચને જાણ કરી હતી. સરપંચ અને સભ્‍યો અને ગ્રામજનોએ ખાદ્ય પદાર્થ વેચાણ કરતી દુકાનોમાં તુરંત ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી. દુકાનોમાંથી એક્‍સપાયરી ડેટનોખાદ્ય સામાન એકત્ર કરીને પંચાયતમાં વેપારીઓ સાથે મિટિંગ બોલાવાઈ હતી. મિટિંગમાં સરપંચે ચિમકી આપી હતી. તમામ એક્‍સપાયરી ડેટનો સામાન પરત કરો ભવિષ્‍યમાં આવી હકીકતો બીજી વાર બનશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં એક્‍સપાયરી ડેટના ખાદ્ય પદાર્થો વેચાણ થઈ રહ્યા છે તેવુ સ્‍પષ્‍ટ ફલિત થયું હતું. અગાઉ પણ ધરમપુર વિસ્‍તારમાં એક્‍સપાયરી ડેટનો સરસામાન વેચાણ થતો લોકોએ ઝડપ્‍યો હતો છતાં વેપારીઓ હજુ સુધરતા નથી. લોકોની જીંદગી સાથે ચેડા કરી રહ્યા છે.

Related posts

કપરાડા કુંભઘાટ ચઢી નહી શકતા કપાસના બી ભરેલી ટ્રક પલટી મારી ગઈ : કોઈ જાનહાની નહી

vartmanpravah

ચીખલીની તથ્‍ય ફાર્મસી કોલેજના કમ્‍પાઉન્‍ડમાંથી ખેરગામની યુવતી ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah

માંડા પંચાયત કચેરીએ સરપંચ સંગીતાબેન ઠાકરીયાના હસ્‍તે કરવામાં આવેલું ધ્‍વજ વંદન

vartmanpravah

દમણ પોલીસે સ્‍પા અને સલૂનની આડમાં ચાલી રહેલા દેહ વેપારના ધંધાનો કરેલો પર્દાફાશઃ એક આરોપીની ધરપકડ

vartmanpravah

દીવ ખાતે ખકરી મેમોરીયલ શહાદતની યાદો સાથે હવે યુદ્ધ જહાજની ખાસિયત પણ નિહાળી શકાશે

vartmanpravah

Leave a Comment