June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અંબિકા અને કાવેરી નદીમાં પુરના કારણે ગણદેવી તાલુકાના 966 નાગરિકોને સ્‍થળાંતરિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.05: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક નદીઓના જળસ્‍તરમાં વધારો થયો છે. રાજ્‍યમાં વરસાદી માહોલ વચ્‍ચે છેલ્લા 24 કલાક દરમિયાનદક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબકયો છે. જેના પગલે નવસારી જિલ્લા તંત્ર સતત ખડેપગે જાહેર જનતાને કોઈ પણ અગવડ ન પડે તેની તકેદારી સાથે કામગીરી કરી રહ્યું છે. ગત રાત્રીએ અંબિકા અને કાવેરી નદીના જળસ્‍તરમાં પણ ધરખમ વધારો થતા નદીની આસપાસના વિસ્‍તારોના નાગરિકોને સુરક્ષિત સ્‍થળે ખસેડવાની ફરજ પડી હતી. રાત્રી દરમિયાન જ કુલ-966 નાગરિકોને સુરક્ષિત સ્‍થળે ખસેડવાની જહેમત બીલીમોરા નગરપાલિકા સહિત જિલ્લા તંત્રએ ઉઠાવી છે. આજરોજ સવારે કેટલાક સ્‍થળોએ પાણી ઉતરતા કુલ-721 લોકો પોતાના ઘરે પરત ફર્યા છે જ્‍યારે હાલની સ્‍થિતીએ 245 નાગરિકો હજી પણ આશ્રયસ્‍થળ ઉપર સુરક્ષિત છે. આટલુ જ નહી સ્‍થળાંતરિત કરેલા નાગરિકોને જીવન જરૂરીયાતની વસ્‍તુઓ પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. સુવા માટે ધાબડા, ચાદર, ગાદલા સહિત ચા-નાસ્‍તો, ભોજનના 2000 જેટલા ફુડ પેકેટ, સ્‍વચ્‍છ પાણી, શૌચાલય અને પોલીસ બંદોબસ્‍ત, મેડિકલ ટીમ પણ ગોઠવવામાં આવ્‍યા છે.
અત્રે નોંધનિય છે કે, ગણદેવી તાલુકાના સોનવાડી, તલીયારા, ભાઠા, ઉંડાચ વા.ફ., બીલીમોરા નગર પાલીકા, દેસરા, ઉંડાચ લુ.ફ., દેવધા, તોરણગામ, અજરાઇ, ધમડાછા, વાધરેચ, અમલસાડ, ખખવાડા, સરીખુર્દ, મોરલી, આંતલીયા ગામનાનાગરિકોને સ્‍થળાંતરીત કરવામાં આવ્‍યા હતા. આ નાગરિકો માટે અંદાજીત 2000 જેટલા ફુડ પેકેટની વ્‍યવસ્‍થા વિવિધ ગ્રામ પંચાયત, નવનાથ આશ્રમ દેવસર, જલારામ માનવ સેવા ટ્રસ્‍ટ-બીલીમોરા અને જિલ્લા તંત્રના સંકલનમાં રહીને સમગ્ર વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

Related posts

વાપી જીઆઈડીસીની કંપનીમાંથી ૧૮૦ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

vartmanpravah

દમણ કચીગામના જર્જરિત ગાર્ડનમાં અઢી વર્ષિય બાળકીની શંકાસ્‍પદ હાલતમાં લાશ મળી આવી

vartmanpravah

વાપીમાં ભાનુશાલી સમાજનું મહાસંમેલન યોજાયું: દક્ષિણ ગુજરાતના 13 ભાનુશાલી મંડળે ભાગ લીધો

vartmanpravah

સંઘપ્રદેશભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં પાર્ટીએ દાનહ લોકસભાની પેટા ચૂંટણીના પ્રચારની કરેલી શરૂઆત

vartmanpravah

વિશ્વશાંતિ વિશ્વ પદયાત્રીઓની ટીમ વલસાડ જિલ્લામાં આવી પહોંચતા સ્‍વાગત કરાયું, માર્ગ સલામતી કાર્યક્રમ યોજયો

vartmanpravah

સંઘના સ્‍થાપના દિવસના ઉપલક્ષમાં આયોજીત વિજયા દશમી શષા પૂજન કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment