Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા રીંગરોડ નજીક ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે કાર્યવાહી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01
સેલવાસ નગરપાલિકા દ્વારાયાત્રી નિવાસથી પીપરીયા રીંગરોડ પર ગેરકાયદેસર રીતે લારી અને દુકાનો ચલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.
પાલિકા દ્વારા શહેરના અંદાજીત 1285 પથ વિક્રેતાઓને ડીજીટલ ઓળખપત્ર આપવામા આવેલ છે જે પથવિક્રેતાઓ પાસે અન્‍ય પણ આવકના સ્‍તોત્ર છે તેવા 130 લોકોને નોટિસ આપવામા આવેલ છે.એની સાથે પાલિકા વિસ્‍તારમા ગેરકાયદેસર ધંધો કરનાર લોકાનું પ્રમાણ વધી રહ્યુ છે જેઓ સામે કાર્યવાહી કરવા માટે પાલિકાની ટીમ દ્વારા યાત્રીનિવાસથી લઈ પીપરીયા પોલીસ સ્‍ટેશન સુધીમાં 16 ગેરકાયદેસર લારી અને દુકાનો સામે કાર્યવાહી કરવામા આવી હતી.
પાલિકા વિસ્‍તારમાં પથવિક્રેતાઓએ ધંધો કરવા માટે ઓળખપત્ર મેળવી લેવુ અનિવાર્ય છે જેઓ સામે ઓળખપત્ર નહી હશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. પાલિકા દ્વારા દરેકને નિવેદન કરવામા આવ્‍યું છે કે, કોઈપણ પથ વિક્રેતા જીવિકા સરંક્ષણ અને પથવિક્રયના વિનિયમન અધિનિયમ 2014નો ઉલ્લંઘન કરતા ધ્‍યાનમાં આવે તો ઓનલાઈન અથવા તો હેલ્‍પલાઇન નંબર 83472611 પર ફરિયાદ કરી શકાશે.

Related posts

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન હેઠળ દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા તિરîગા યાત્રા યોજાઈ

vartmanpravah

સેલવાસના ટોકરખાડા સરકારી શાળામાં રાષ્‍ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.)ના સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કરાડીપાથ સંસ્‍થા સાથે મળી અંગ્રેજી ભાષા શિખવવાનો કાર્યક્રમ શરૂ કર્યો

vartmanpravah

દમણની વેલનોન ઈન્‍ડસ્‍ટ્રીઝના કર્મીઓને આરોગ્‍ય વિભાગે ડેંગ્‍યુના રોગચાળાને અટકાવવાની બાબતમાં પ્રશિક્ષિત કર્યા

vartmanpravah

વલસાડના સ્‍પોર્ટ્‍સ કોપ્‍લેક્ષ ખાતે ભૂલકા મેળો યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં મે માસના સ્‍વાગત કાર્યક્રમ માટે તા.10 મે સુધીમાં પ્રશ્નો મોકલી આપવા અનુરોધ

vartmanpravah

Leave a Comment