December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતદમણદેશવલસાડવાપીસેલવાસ

ઉમરગામ તાલુકાના મોહનગામના જયેશ હળપતિ ઉપર હૂમલોઃ ઉમરગામના કેટલાક બુટલેગર અને તેના સાગરિતો સામેલ

હૂમલાના મુખ્‍ય સુત્રધાર કિસ્‍મત હળપતિની કચીગામ-દમણ પોલીસે કરેલી અટકાયત

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: ઉમરગામ તાલુકાના મોહનગામ ખાતે રહેતા જયેશ હળપતિ ઉપર દમણના કચીગામ પાસે ઈકો અને સ્‍વીફટ કારમાં આવેલા કેટલાક બુટલેગર અને તેના સાથીઓએ કરેલા હૂમલામાં પોલીસે મુખ્‍ય સુત્રધાર એવા કિસ્‍મત ગણેશ હળપતિ(રહે. મોહનગામ-તાલુકો ઉમરગામ)ની અટકાયત કરી હોવાના સમાચાર મળ્‍યા છે અને હૂમલાખોરોની શોધ પોલીસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જયેશ હળપતિ સાથેની કોઈ જૂની અદાવતમાં હૂમલાના મુખ્‍ય સુત્રધાર કિસ્‍મત હળપતિએ પોતાના સાગરિતો સાથે ઢોર માર મારતાં જયેશને માથાના ભાગે ત્રણ જેટલા ટાંકા આવવા પામ્‍યા હતા અને શરીરના ભાગે પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. કચીગામ પોલીસ આ પ્રકરણમાં સત્તાવાર માહિતી આપવામાં સંકોચ કેમ રાખી રહી છે તે બાબતે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

Related posts

વલસાડની સામાજિક સંસ્‍થાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાનહમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

આઈપીએસ સ્વ. કેસરીસિંહ ભાટીના પુત્ર ન્યુયોર્કમાં પોલીસ ઓફિસર બની ગુજરાતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું

vartmanpravah

પારડીમાં 14 વર્ષના લગ્નજીવન બાદ એક પુત્રની માતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

પ્રધાનમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાનહને દુનિયામાં મળેલી નવી ઓળખઃ સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

ભાજપા યુવા મોરચા એક્ઝિક્યુટિવ સભ્‍ય સિદ્ધાર્થ શુક્‍લાએ દાનહના વિવિધ પ્રશ્નો અંગે આરડીસીને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment