(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: પારડી તાલુકાના સદગુરુ દયાનંદ આદિવાસી કલ્યાણ ધામ અરનાલા કલ્યાણેશ્વર મહાદેવના પટાંગણમાં શિવ ભક્તો દ્વારા મહંત કૈલાસપુરી ચાંદોદના સાનિધ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં જીતુભાઈ એચ. ચૌધરી (ધારાસભ્ય કપરાડા), મનહરભાઈ ડી.પટેલ (જિલ્લા પંચાયત પ્રમુખ વલસાડ), દક્ષેશભાઈ સી. પટેલ (તાલુકા પંચાયત પ્રમુખ પારડી), કાંતિલાલ એન. પટેલ (તાલુકા પંચાયત સદસ્ય), સામજીભાઈ બી. પટેલ (ભૂમિ દાતા), ભક્તો મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ‘એક પેડ માં કે નામ’ એક પેડ ગુરુજી કે નામ’ રૂક્ષ રોપવામાં આવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર-2024 સુધીમાં કરોડ વૃક્ષો વવાશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અને પ્રકળતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે મોટા પાયે વૃક્ષો વાવવા અને વૃક્ષોનું મહત્વ કોરોના કાળમાં ઓક્સિજનની જરૂર પડી હતી. વૃક્ષોમાં પણ જીવ છે. વૃક્ષો સાથે પણ આત્મીયતા રાખવી. સ્વૈચ્છિક રીતે પોતાની નૈતિક ફરજ સમજીને વૃક્ષોનું વાવેતર તેમજ જતન કરે તે માટે અપીલ કરવામાં આવી છે.
