October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની સરકારી ઈજનેરી કોલેજના એગ્રીકલ્‍ચર ઈનોવેશન પ્રોજેકટની રાષ્‍ટ્રીય કક્ષાના હેકથોનમાં સિદ્ધિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડની સરકારી ઈજનેરી કોલેજના ઈલેક્‍ટ્રીકલ વિભાગના વિદ્યાર્થી જોશી મન અને તેમની ટીમના સભ્‍યો વારલેકર નયન, પટેલ મીતુલ, જાડેજા ધ્રુવરાજસિંહ, હળપતિ ભાવિન અને પ્રિતેશ પટેલ દ્વારા ત્‍ંવ્‍ (ઈન્‍ટરનેટ ઓફ થીંગ્‍સ) બેઝ્‍ડ સ્‍માર્ટ ઈરીગેશન સીસ્‍ટમ પર પ્રોજેક્‍ટ તૈયાર કરવામાં આવ્‍યો હતો.
તાજેતરમાં મુંબઈ યુનિવર્સિટી દ્વારા માન્‍યતા પ્રાપ્ત ઈજનેરી ક્ષેત્રેની ખ્‍યાતનામ સંસ્‍થા શ્રી દ્વારકાદાસ જે. સંઘવી કોલેજ ઓફ એન્‍જિનિયરીંગ દ્વારા હેકાથોન યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર દેશમાંથી કુલ અંદાજીત 600 જેટલી ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્‍યો હતો. ઓનસાઈટ પ્રોજેકટ મેકીંગ અને કુલ 5 રાઉન્‍ડની ગહન ચકાસણી બાદ જાહેર કરવામાં આવેલા પરીણામોમાં સરકારી ઈજનેરી કોલેજ વલસાડની આ ટીમે ચોથું સ્‍થાન મેળવ્‍યું હતું.
આ ટીમને સંસ્‍થાના ઈલેક્‍ટ્રીક વિભાગના વડા અને લ્‍.લ્‍.ત્‍.ભ્‍. (સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટઅપ ઈનોવેશન પોલીસી) ણૂં-ંશ્વફુશર્ઁીદ્દંશ્વ ડો. કે. એલ. મોકરીયા અને પ્રોફ.મૌલિક ચૌધરી દ્વારા માર્ગદર્શિત કરવામાં આવી હતી. પ્રોજેક્‍ટના ઈન્‍ડસ્‍ટ્રીયલ મેંટર ભાવિન પટેલ છે. આ પ્રોજેક્‍ટ્‍સની પેટન્‍ટ ફાઈલીંગની પ્રક્રિયાને સંસ્‍થાના ભૂતપૂર્વ આચાર્ય ડો.વી.એસ. પુરાણીના વડપણ હેઠળની કમિટી દ્વારા મંજુરી મળી હતી. ટીમ દ્વારા મેળવેલી આ સિદ્ધી માટે સંસ્‍થાના આચાર્ય ડો.વી.ડી. ધીમન દ્વારા પણ સહાયતા અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આગળના ભવિષ્‍ય માટે તેમના દ્વારા શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી.

Related posts

વલસાડમાં જાહેર સ્‍થળોમાં અખાડે ગયેલી ફાયર સિસ્‍ટમો: સર્વિસ કરાવાની દોડધામ મચી

vartmanpravah

ડોકમરડી ખાતેની ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજમાં ‘ખાદી મહોત્‍સવ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પારડીમાં રૂમ ભાડા ના મુદ્દે માલિકના પુત્રએ ભાડુઆતને માર માર્યો

vartmanpravah

દમણ પોલીસે દાભેલની એક ચાલમાં છાપો મારી ગાંજા સાથે એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

સોમવારે જમીનના પુનઃ સર્વેક્ષણના કાર્યની થનારી શરૂઆતના સંદર્ભમાં દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાશે ગ્રામસભા

vartmanpravah

વાપી સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા એસએલપી ટ્રોફી સિઝન-1 ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

Leave a Comment