(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વાપી તાલુકાના કોપરલી ગામના યુવાનો વીરપુર જલારામ બાપાના દશર્ન માટે પદયાત્રાએ નીકળ્યાહતા. જય જલારામ મિત્ર મંડળના યુવાનો છેલ્લા ઘણા વર્ષથી શ્રાવણ માસ દરમિયાન પદયાત્રાએ જાય છે. મગળવારે સવારે 4 વાગ્યે કોપરલી થી વીરપુર જવા રવાના થયા હતાં. આ યુવાન 12 દિવસ પગપાળા ચાલીને વીરપુર પહોંચશે.
ગામના યુવાન જય પંચાલે જણાવ્યુ હતું કે, ગામના યુવાનો આ પદયાત્રાએ નિકળ્યાં છે. આ સેવા કાર્ય માટે કેટલાક લોકોએ સહયોગ કર્યો છે. ધાર્મિક શાહ(સ્ટૉપ એન્ડ શોપ), શ્રી મહાકાળી ટ્રાન્સપોર્ટ તરફ થી ઘણો સહયોગ મળ્યો છે. સેવાભાવી એવા હાર્દિક પટેલ, જય પંચાલ દર વર્ષે નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. જલારામ બાપાની ધૂન કરતા કરતા કમલેશ સી.પટેલ, ભાવેશ પટેલ, હિરેન પટેલ, સતિષ પટેલ, કળનાલ પટેલ(કરવડ), ધવલ આહિર(કરવડ) ભારે જહેમત ઉઠાવી હતી.
