વિદ્યાર્થીની સમય સુચકતા બાદ પ્રાણી ફાઉન્ડેશનના મેહુલભાઈ
રાઠોડએ જહેમત કરી અજગર બહાર કાઢયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: ચોમાસાની ઋતુમાં સાપ, અજગર જેવાજીવો રહેઠાણ એરીયામાં અવાર નવાર આવી જતા હોય છે તેવી ઘટના વલસાડમાં ઘટી હતી. મેડિકલ કોલેજના એક વિદ્યાર્થીની પાર્કિંગમાં રાખેલ મોપેડમાં અજગર ભરાઈ ગયો હતો. વિદ્યાર્થીની સમય સુચકતાને લઈ પ્રાણી ફાઉન્ડેશનના મેહુલભાઈ રાઠોડએ ભારે જહેમત બાદ અજગરને બહાર કાઢી સલામત સ્થળે છોડી દેવાયો હતો.
વલસાડ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પાર્કિંગમાં પોતાની મોપેડ નં.જીજે 05 એલજે 7293 રાબેતા મુજબ પાર્ક કરી હતી. સાંજે મિત્ર સાથે મોપેડ લઈને બહાર નિકળ્યો ત્યારે તેને લાગ્યુ કે મોપેડના સ્ટેયરીંગમાં કંઈક છે. તેથી સમયસુચકતા વાપરી મોપેડને સાઈડમાં પાર્ક કરીને પ્રાણી ફાઉન્ડેશન મેહુલભાઈ રાઠોડને જાણ કરી હતી. મેહુલભાઈ તાત્કાલિક સ્થળ ઉપર આી ગયા હતા. ભારે જહેમત અને સિફતપૂર્વક સ્ટેયરિંગના નીચેના ભાગે ફસાયેલ અજગરને બહાર કાઢયો હતો અને સલામત જગ્યાએ છોડી મુક્યો હતો. ચોમાસામાં વાહન ચલાવતા પહેલાં સાવધાની રાખવી જરૂરી બની ગઈ છે. ક્યારેક સાપ, અજગર જેવા જીવો અંદર ઘૂસી પણ જાય ખરા.

