January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મહાનગરપાલિકા બનવાના એંધાણ: પાલિકા આગળ મહાનગરપાલિકાનું બોર્ડ લાગ્‍યું

15 ઓગસ્‍ટ પછી કવાયત શરૂ થશે : પાલિકાનો સ્‍ટાફ બે વખત ગાંધીનગર ટ્રેનિંગ કરી આવ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી ટૂંક સમયમાં મહાનગરપાલિકા બને એવા એંધાણ અને હલચલ શરૂ થઈ ગયેલી જોવા મળી રહી છે. નાણામંત્રીએ વાપી સહિત 8 મહાનગરપાલિકાની બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં જાહેરાત કરી હતી તે મુજબ હવે ધીરે ધીરે આ દિશામાં કામગીરી આગામી 15મી ઓગસ્‍ટ પછી હાથ ધરાશે તે નક્કી છે. અત્‍યારે પાલિકામાં મહાનગરપાલિકાનું બોર્ડ પણ લાગી ગયું છે.
વાપી પાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તિત થાય ત્‍યારે બે સવાલ ઉભા થાય છે કે પ્રથમ મહાનગરપાલિકાના મેયર કોણ હશે? અને બીજો સવાલ એ છે કે કેટલા ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ થશે? આ માટે ભાજપમાં દાવેદારોની સંખ્‍યા પણ વધુ છે. તેનું રાજકીય લોબીંગ પણ શરૂ થઈ જશે. બીજી તરફ સરકારમાં મહાનગરપાલિકાના અમલની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અત્‍યાર સુધીમાં પાલિકાનો સ્‍ટાફ બે વાર ગાંધીનગરમાં ટ્રેનિંગ માટે જઈ આવ્‍યો છે. તાજેતરમાં પાલિકાની સામાન્‍ય સભા મળી હતી. જેમાં અઢી વર્ષની ટર્મ માટે પદાધિકારીઓની નિમણૂંક કરી દેવાઈ છે. પરંતુ આ નિમણૂંક ઔપચારિક બની રહે છે. સંભવિત પાલિકાની આ અંતિમ સામાન્‍ય સભા પણ બની રહેશે. બીજુ પાલિકાનીસામાન્‍ય સભામાં હાઈવે ઉપર મહાનગરપાલિકા બનાવા જમીન અંગેનો પણ ઠરાવ કરવામાં આવી ચૂક્‍યો છે. ટૂંકમાં ચોમેરથી વાપી મહાનગરપાલિકા બનવાની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

Related posts

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ આવતી કાલ વધુ ઉજળી બનશે

vartmanpravah

નાના વાઘછીપામાં નહેરમાં વૃદ્ધા પડતા મોત

vartmanpravah

કપરાડા વિધાનસભા વાપીના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩૮૯ લાખના ખર્ચે બનનાર રોડનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા વિ.પ્ર. ફાઉન્‍ડેશનના પૂર્વ અધ્‍યક્ષ સ્‍વ.સુરેશ પારીકની વાપીરાજસ્‍થાન ભવનમાં શ્રધ્‍ધાંજલી સભાઈ યોજાઈ

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ

vartmanpravah

Leave a Comment