January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી નોટીફાઈડ બોર્ડની આગામી ટર્મની રચના જાહેર કરાઈ

આઠ મેમ્‍બરનું બોર્ડ નોટીફાઈડની બાગડોળ સંભાળશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી નોટીફાઈડ બોર્ડ મેમ્‍બરની રચના લાંબા સમયથી પેડીંગ પડી રહી હતી. તેથી જી.આઈ.ડી.સી. વડી કચેરીએ વાપી નોટીફાઈડ બોર્ડની આગામી ટર્મ માટે વરણી જાહેર કરી છે. જેમાં સરકારી અને ઉદ્યોગ પ્રતિનિધિ મળી કુલ આઠ મેમ્‍બરનો સમાવેશ કરાયો છે.
સરકારના ઈન્‍ડસ્‍ટ્રીયલ એન્‍ડ માઈન્‍સ વિભાગ દ્વારા જાહેરકરાયેલ સરક્‍યુલેશન મુજબ વાપી નોટીફાઈડ મેમ્‍બર બોર્ડની રચના જાહેર કરાય છે તે મુજબ શ્રી કમલેશભાઈ પટેલ, પ્રેસિડેન્‍ટ વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન, શ્રી સતિષભાઈ પટેલ સેક્રેટરી વી.આઈ.એ., શ્રી યોગેશભાઈ કાબરીયા ઉદ્યોગપતિ, શ્રી હેમંતભાઈ પટેલ ઉદ્યોગપતિ, શ્રી શરદભાઈ એમ. દેસાઈ ઉદ્યોગપતિ, શ્રી સુરેશભાઈ એસ. પટેલ ઉદ્યોગપતિ, ડીવિઝનલ મેનેજર જી.આઈ.ડી.સી. વાપી, સુપ્રિટેન્‍ડન્‍ટ એન્‍જિનિયર જી.આઈ.ડી.સી. વાઈસ ડે. એક્‍ઝિક્‍યુટીવ એન્‍જિનિયર/ ચીફ ઓફિસર જી.આઈ.ડી.સી. વાપી મળી કુલ આઠ મેમ્‍બરના નોટીફાઈડ બોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જો કે બોર્ડમાં પબ્‍લિકનો કોઈ પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવેલ નહીં હોવાથી એસ્‍ટેટમાં ચર્ચાનો વિષય પણ ઉભો થયેલો જોવા મળેલ છે.

Related posts

દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ વાપીની મુલાકાતે

vartmanpravah

કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ‘વિશ્વ દિવ્‍યાંગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહના નરોલીમાં ટેન્‍કર અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા થયેલા ઓછા મતદાનથી ઉમેદવારોએ માથે હાથ મુક્‍યાઃ હાર-જીતની અટકળો શરૂ

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ પુલ નજીક સુરતના સોનવણે પરિવારને અકસ્‍માત નડયો

vartmanpravah

Leave a Comment