January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

સંઘપ્રદેશ પ્રભારી નવિન પટેલ અને સંયોજક અસ્‍પી દમણિયાની આગેવાનીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા’બાબતના સંબોધનને લાઈવ સાંભળવા દમણમાં ચાર સ્‍થળોએ કરાયેલું આયોજન

કોવિડ-19 અટકાયતી પગલાં સંબંધી સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ તથા માસ્‍ક પહેરવાના સરકારના નિયમોના ધજાગરા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02
આજરોજ તારીખ 2જી ફેબ્રુઆરી 2022ના રોજ દિલ્‍હીથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા અંગેનું સંબોધન કર્યુ હતું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો આત્‍મનિર્ભર અર્થતંત્રના સંબોધનને સાંભળવાનો કાર્યક્રમ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારી શ્રીનવીનભાઈ પટેલ અને દમણ જિલ્લા સંયોજક શ્રી અસ્‍પી દમણિયાની આગેવાની હેઠળ દમણ જિલ્લામાં ચાર અલગ-અલગ સ્‍થળોએ યોજાયો હતો. દુણેઠા મંડળમાં ડયુન્‍સ રેસીડેન્‍સી, શહેર મંડળમાં કાટેલા પાર્ટી પ્‍લોટ, સોમનાથ મંડળમાં ડીઆઈએ કચેરી સોમનાથ અને ભેસલોરમાં રાખવામાં આવ્‍યો હતો. જેમાં તમામ મંડળોએ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીને લાઈવ સાંભળ્‍યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આત્‍મનિર્ભર ભારત, રોજગાર, ખેડૂતો માટે સબસિડી વધારવામાં આવી, મહિલાઓને ઘરની માલિકીનો હક, નાર્થ-ઈસ્‍ટના વિકાસ ઉપર ભાર, ખાદ્ય તેલમાં આત્‍મનિર્ભર, પોસ્‍ટ ઓફિસમાં એટીએમની સુવિધા, ડિજિટલ યુનિવર્સિટી, પીએમ ઈ-વિદ્યા ચેનલ, ર લાખ આંગણવાડીઓને અપગ્રેડ કરવી, કળષિ યુનિવર્સિટીનું વિસ્‍તરણ, 2023 સુધી સ્‍ટાર્ટઅપને ટેક્‍સમાં છૂટ, કોર્પોરેટ ટેક્‍સમાં હવે 7 ટકા સરચાર્જ, ઘણા ફાયદાકારક બજેટની માહિતી આપી હતી કે જેનાથી આમ જનતાને લાભ મળી શકે.

Related posts

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલની સવારે ગોળી મારી કરાયેલી હત્‍યા

vartmanpravah

વાપી સી ટાઈપમાંથી કારની ઉઠાંતરી

vartmanpravah

વલસાડ જિલ્લાની 12956 ગંગા સ્‍વરૂપા બહેનોને આધાર કાર્ડ-મોબાઈલ નંબર અપડેટ/ લીંક કરાવવા અનુરોધ

vartmanpravah

સરીગામના એકમોને હોનારત સમયે રક્ષણ પૂરું પાડવા એસઆઈએની ટીમે સ્‍ટેટમાં કાર્યરત મોટા એકમો વચ્‍ચે મ્‍યુચ્‍યુઅલ એડ એગ્રીમેન્‍ટ અને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ પ્‍લાનિંગ માટે બોલાવેલી બેઠક

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા પંચાયત માર્કેટની 19 દુકાનો સીલ કરાઈ : દુકાનદારો દ્વારા ભાડુ નહીં ભરતા પાલિકાએ ખોલેલું ત્રીજુ નેત્ર

vartmanpravah

દમણ દેવકા-11 દ્વારા હળપતિ સમાજ માટે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં નાયલાપારડી ચેમ્‍પિયન: રનર્સઅપ રહેલી ઉમરસાડીની ટીમ

vartmanpravah

Leave a Comment