January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના નવનિયુક્‍ત જિલ્લા કલેક્‍ટર એન.એન. દવેએ પદભાર સંભાળ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડના નવનિયુક્‍ત કલેક્‍ટરશ્રીએન. એન. દવેએ આજરોજ વલસાડ જિલ્લાનો પદભાર સંભાળી લીધો છે. આ અગાઉ, તેઓશ્રીએ સાબરકાંઠા જિલ્લા કલેક્‍ટર તરીકે ફરજ બજાવી હતી. વર્ષ-2012 માં ભારતીય વહિવટી સેવા સંવર્ગ (આઈએએસ)માં નિમણૂંક થયા બાદ તેઓ અમદાવાદ ખાતે ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશ્નર તરીકે અસરકારક કામગીરી કરી હતી. શ્રી દવે ગુજરાત વહિવટી સેવામાં જોડાઈને લીંબડી, વડોદરા અને ગાંધીનગર ખાતે તેમજ મહેસાણા જિલ્લામાં અધિક કલેક્‍ટર તરીકે પણ ફરજ બજાવી ચુકયા છે. તેઓશ્રી આ ઉપરાંત વિવિધ મંત્રીશ્રીઓના તથા વિધાનસભાના અધ્‍યક્ષશ્રીના અંગત સચિવ તરીકે ફરજ બજાવી ચુકયા છે.
સૌ અધિકારીગણ, કર્મચારીગણ અને મુલાકાતીઓએ નવનિયુક્‍ત કલેક્‍ટરશ્રીને મળીને શુભેચ્‍છાઓ પાઠવી હતી અને વલસાડ જિલ્લા વિશે પ્રાથમિક રીતે અવગત કર્યા હતા. વલસાડ જિલ્લાનો પદભાર સંભાળ્‍યા બાદ જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગવાન બનાવવા તેમજ કાર્યવ્‍યવસ્‍થાના સુચારૂં અમલ માટે પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરી છે.

જિલ્લા માહિતી કચેરીની ટીમે કલેકટરશ્રીની શુભેચ્‍છા મુલાકાત લીધી

વલસાડ જિલ્લાના નવા સમાહર્તાશ્રી નૈમેષ દવેએ વિધિવત રીતે જિલ્લાનો ચાર્જ સંભાળતા જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવનાબેન વસાવાએ જિલ્લા માહિતીની ટીમ સાથે કલેકટરશ્રીની શુભેચ્‍છા મુલાકાત લઈજિલ્લા માહિતી કચેરીના સ્‍ટાફનો પરિચય કરાવ્‍યો હતો.

Related posts

સેલવાસ-નરોલી રોડ પર એક ચાલીના રુમમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

આદિવાસી સંસ્‍કળતિને ઉજાગર કરતી દીપક ચોપડિયાનો આલ્‍બમ ઢંગી ખજુરી પાર્ટ ટુ-નું થનારું લોન્‍ચિંગ

vartmanpravah

આજે લોકસભાની દમણ-દીવ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલ પોતાનું ઉમેદવારી પત્રક ભરશે

vartmanpravah

વલસાડમાં એસપી કચેરી ખાતેથી વિવિધ પોલીસ પ્‍લાટૂન સાથે યોજાશે ભવ્‍ય તિરંગા યાત્રા

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે થાલા હાઈવે પરથી ટેમ્પામાં સુરત લઈ જવાતો દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

દાનહની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

vartmanpravah

Leave a Comment