October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણમાં મચ્‍છરજન્‍ય રોગોના ઉપદ્રવને નાથવા જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાએ સંભાળેલો મોરચોઃ વિડીયો મેસેજ દ્વારા લોકોને સાવધાન કર્યા

સંઘપ્રદેશ પ્રશાસનના આરોગ્‍ય વિભાગે દાનહ અને દમણ-દીવના 31239 ઘરો, 156 શાળા, 107 ઈન્‍ડસ્‍ટ્રીઝો અને 115 સ્‍ક્રેપ ડીલર તથા સાર્વજનિક સ્‍થળો પર જઈ ડેંગ્‍યુ તાવની જાગૃતિ અને અટકાવવા માટે માહિતગાર કર્યાઃ મચ્‍છરોના પ્રજનન સ્‍થાન મળતાં 95 જગ્‍યાએ ફટકારેલી નોટિસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : વરસાદની ઋતુના કારણે પાણી ભરાવાથી મચ્‍છરજન્‍ય રોગોનો ઉપદ્રવ દમણ જિલ્લા સહિત આજુબાજુના વિસ્‍તારોમાં વધતાં જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ મોરચો સંભાળી લીધો છે.
દમણના જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ પોતાના વિડીયો સંદેશમાં લોકોને ડેંગ્‍યુ જેવા જીવલેણ રોગથી બચવા લોકોને પોતાના ઘર અને ઘરની આજુબાજુ પાણીનો ભરાવો નહીં થાય તેની તકેદારી રાખવા અને સ્‍વચ્‍છતા જાળવવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્‍યું હતું કે, ડેંગ્‍યુના મચ્‍છરો સ્‍વચ્‍છ પાણીમાં પેદા થતા હોવાથી પાણીની ટાંકી, પંખીઓ માટે પાણીના વાસણો, ફ્રીઝ અને એ.સી.ની ટ્રે, ટીન અને પ્‍લાસ્‍ટિકના ડબ્‍બા, ફુલદાની, નારિયેળીના કુંચલા, તૂટેલા ફૂટેલા વાસણો, જૂના ટાયર વગેરેમાં વરસાદ કે અન્‍ય કોઈ પાણી સંગ્રહિત નહીંથાય તેની તકેદારી રાખવા અપીલ કરી છે. તેમણે જણાવ્‍યું હતું કે, ડેંગ્‍યુના મચ્‍છરો દિવસ દરમિયાન કરડે ત્‍યારે જ ડેંગ્‍યુ થતો હોવાથી મચ્‍છરોના કરડવાથી બચવા માટે શરીર પૂર્ણ રીતે ઢંકાઈ રહે તેવા કપડાં પહેરવાની પણ સલાહ આપી છે.
ડેંગ્‍યુના લક્ષણ જોતાં સૌપ્રથમ તાવ આવવો, માંસપેશીઓ અને સાંધામાં દુઃખાવો થવો, ગભરામણ થવી, આંખોમાં બળતરા થવી, જે આંખોને ફેરવતી સમયે દુઃખાવામાં વધારો થવો, ગંભીર સમયે નાક, મોઢું, મસૂડમાંથી લોહી પડવું, ચામડી પર ચાઠા પડવાં જેવા લક્ષણ જોવા મળે તો બાજુના આયુષ્‍માન ભારત વેલનેસ સેન્‍ટર અથવા નજીકના દવાખાનામાં સંપર્ક કરી લોહીની તપાસ કરાવવા ભલામણ કરી છે.
દરમિયાન સંઘપ્રદેશ પ્રશાસનના આરોગ્‍ય વિભાગે દાદરા નગર હવેલી અને દમણ-દીવની દરેક ગ્રામ પંચાયતો, શાળા અને સાર્વજનિક સ્‍થળો પર ડેંગ્‍યુના તાવના સંદર્ભમાં જાગૃતિ અને તેને અટકાવવા માટે લેવાનારા પગલાંની સમજ આપવામાં આવી રહી છે. આજે તમામ આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા સંઘપ્રદેશમાં 31,239 ઘરો, 156 શાળા, 107 ઉદ્યોગો, 115 સ્‍ક્રેપ ડીલર અને સાર્વજનિક સ્‍થળો ઉપર જઈ ડેંગ્‍યુના તાવની બાબતમાં જાગૃતિ અને તેને અટકાવવા માટે લેવાનારા પગલાંથી માહિતગાર કરાયા હતા. 95 જગ્‍યાએ મચ્‍છર પ્રજનન સ્‍થાન મળતાં તેમનેનોટિસ આપવામાં આવી છે.

Related posts

વાપી વીઆઈએ ઓડિટોરિયમમાં આર.કે. દેસાઈ કોલેજની ફ્રેશર પાર્ટી યોજાઈ

vartmanpravah

ધરમપુર ધામણી ગામે પ્રેમીના ઘરે લીવ ઈન રિલેશનશીપમાં રહેતી યુવતિએ જીવુ ટુંકાવ્‍યુ

vartmanpravah

ભીમપોર ખાતે ગ્રામસભા યોજાઈઃ ગંદકી, પંચાયતી રાજની સત્તા પરત અપાવવા તથા હાટબજાર બંધ કરાવવાના છવાયેલા મુદ્દા

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

સેલવાસ ન.પા.એ 42 કિલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો જથ્‍થો જપ્ત કર્યોઃ વેપારીઓ પાસેથી રૂા. સાત હજારનો વસૂલેલો દંડ

vartmanpravah

ધરમપુરના આંબોસી ભવઠાણમાં બાઈક અડફેટે મહિલાનું મોત

vartmanpravah

Leave a Comment