(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: કપરાડા તાલુકાના મોટાપોંઢાની આદર્શ પ્રા.શાળામાં VOXCOકંપની વાપી દ્વારાશાળાના બાળકોને વિનામૂલ્યે નૉટબૂકનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં વાપીથી VOXCO કંપનીના વિજેન્દ્રભાઇ, અમિષાબેન તથા ભૂપેન્દ્રભાઈ દ્વારા નૉટબૂક વિતરણ કરવામાં આવ્યું એસ.એમ.સી. અધ્યક્ષ કલ્પેશભાઈ એન.પટેલ તથા એસ.એમ.સી.સભ્ય મેહુલભાઈ હાજર રહ્યા હતા. આ સાથે જન્માષ્ટમીના પર્વની આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી અશોકભાઈ કે.પટેલે VOXCO કંપની વાપીનો આભાર વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી.